હત્યાના ગુનામાં જેલમાં રહેલા શખ્સે જેલ કર્મી પર હુમલો: ફરજમાં રૂકાવટનો નોંધાતો ગુનો

મોરબી હત્યા કેસમાં જેલમાં રહેલ આરોપીઓએ જેલ-સિપાહી પર હુમલો કરી શર્ટ ફાડ્યા: તટસ્થ તપાસ માટે લેખિત રજૂઆત

મોરબી સબ જેલમાં કેદીને મળવા મામલે જેલ સ્ટાફ સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખવા મામલે હજુ સુધી જેલ-પ્રશાસન  દ્વારા ફરિયાદ નથી થઈ પરંતુ મોરબીમાં હત્યાના બનાવમાં પતિ અને પુત્ર ગુમાવનાર ફરિયાદી એવા મહિલાએ મોરબી જિલ્લા પોલીસઅધ્યક્ષ રાહુલ ત્રિપાઠીને ઘટનાની તટસ્થ તપાસ કરવા લેખિત રજૂઆત  કરી છે

મોરબી સબ જેલમાં બે દિવસ પહેલા જેલ-સિપાહી સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખવાની ઘટનામાં મોરબી વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા રઝિયાબેન ફારૂકભાઈ મોટલાણીએ મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી જેલમાં આવા દાદાગીરી કરતા આરોપીઓએ જે જેલ-સિપાહી સાથે ઝપાઝપી કરી શર્ટ ફડયાની તેમજ જેલ-પ્રશાસન દ્વારા હજુ સુધી ફરિયાદ નથી નોંધાવી તે બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે.

વધુમાં રઝિયાબેને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ગત તા.15/09/2021ના રોજ તેમના પતિ સ્વ.ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર સ્વ.ઈમ્તિયાઝ ફારૂકભાઈ મોટલાણીની હત્યાના ગુન્હામાં હાલમાં મોરબી જેલમાં રહેલા આરોપીઓએ જ જેલ-સિપાહી સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યા હતારઝિયાબેને લેખિત રજૂઆતમાં તેવો પણ ઉલ્લેખ કર્યો હતો કે સબ જેલમાં આ હત્યા કેસના આરોપીઓને જેલમાં બાદશાહ જેવી સુવિધા આપવામાં આવે છે બહારથી ટિફિન મંગાવી  માંસાહારી ખોરાકની સાથે નશીલા પદાર્થો પણ જેલમાં પહોંચાડવામાં આવતા હોય છે

વધુમાં રઝિયાબેને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે આ આરોપીઓની જેલ બદલી કરાવી તેના વિરૂદ્ધ ખાતાકીય તપાસ થવી જોઈએ અને તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી અત્રે એ ઉલ્લેખનીય છે કે,આ આરોપીઓ કે જેમણે જેલ-સિપાહી સાથે ઝપાઝપી કરી, જેલ-સિપાહીના શર્ટ ફાડ્યા તે આરોપીઓની ગેંગે અગાઉ પણ જેલ-સિપાહી ઉપર હુમલો કરેલ હતો ત્યારે પણ સમજાવટથી સમાધાન થયેલ હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.