હાલ દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં ચોતરફ પરિસ્થિતિ ખૂબ ગંભીર બનતી જઈ રહી છે. દિનપ્રતિદિન કોરોનાનો આકડો નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. કેસ વધતા મોતનો આંકડો પણ વધ્યો છે જે ખતરાની ઘંટડી સમાન છે. વધતા કોરોનાએ સરકારને પણ એક્શનમાં લાવી દીધી છે. હાલ કોરોના સામેની જંગ જીતવા રસીકરણ ઉપરાંત એક માત્ર વિકલ્પ તરીકે નિયમોનું પાલન જ બચ્યા છે ત્યારે આવા સમયે દેશમાં કોરોના સામેની જંગ જીતવા વધુ એક દવા ને મંજૂરી અપાઇ છે. કોરોનાના હળવા લક્ષણોમાં અસરકારક તરીકે મનાતી દવા Virafinને ભારતીય ડ્રગ રેગ્યુલેટર DCGI(Drugs Controller General of India) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દવા અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ દવા કોરોના વાયરસના હળવા લક્ષણોમાં ખૂબ કારગત છે ઝાયડ્સ કેડિલાએ દાવો કર્યો છે કે Virafinને લીધા પછી 7 દિવસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે છે. આ નેગેટિવ ટેસ્ટનું પ્રમાણ દર્દીઓમાં 91.15% જોવા મળ્યું છે.

91.15% અસરકારતાનો દાવો

કંપનીનો દાવો છે કે Pegylated Interferon Alpha 2b (Verifin) દવા 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જેને હળવા લક્ષણો છે તેવા દર્દીઓમાં અસરકારક સાબિત થઈ છે. આ પરિણામો સૂચવે છે કે સમયસર દવા આપવાથી દર્દીઓ વધુ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને રોગના સંક્ર્મણને અટકાવવામાં આપને મોટી સફળતા મળી શકે. કંપનીએ કહ્યું કે, ‘માનવ પરીક્ષણોનો ત્રીજો તબક્કો ભારતમાં 20-25 કેન્દ્રોમાં, 250 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો અને તેના વિગતવાર પરિણામો ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.’

કંપની દ્વારા ઝડપી રીકવરીનો દાવો

ગયા અઠવાડિયે કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ દવા રોગમાં વહેલી તકે ઉપયોગ કરવામાં આવે તો દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય છે. આ રોગમાં Pegylated Interferon Alpha 2b (Verifin)ના એક ડોઝથીજ દર્દીની તબિયતમાં સુધારો થાય છે, તેથી આ ઓછી બોજારૂપ અને સસ્તી સાબિત થશે.’

Covid-19ની લડાઈમાં ખુબ અગત્યનો ભાગ ભજવશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘PegIFN ઘણા વર્ષોથી ક્રોનિક હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીના દર્દીઓમાં એક થી વધુ ડોઝ આપવાથી સલામત હોવાનું સાબિત થયું છે. આ દવાના ઉપીયોગથી દર્દીઓને ઓક્સિજનની જરૂર ઓછી માત્રામાં પડે છે. આ દવા શ્વાશની તકલીફ સામે સક્ષમ રીતે કાર્ય કરે છે, અને Covid-19ની સારવારમાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.