કોરોનાની બીજી ઘાતક લહેરમાં જીવ બચવાની સાથે મનોકામના પૂર્ણ થતાં એક ભક્તે ધ્વજા ચઢાવી

પાટડીનું શક્તિ મંદિર એટલે શ્રદ્ધા, ભક્તિ અને માતૃત્વનો અનોખો સમન્વય. પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ અને દિ’ ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામેં બાધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા.ત્યારે આજ રોજ પાટડી શક્તિમાતાની પ્રાગટ્યભૂમિમાં સૌરાષ્ટ્રના ભક્ત દ્વારા બાવન ગજની ધજા ચઢાવાઇ હતી. કોરોનાની બીજી ઘાતક લહેરમાં જીવ બચવાની સાથે મનોકામના પૂર્ણ થતાં સૌરાષ્ટ્રના શક્તિમાતાના એક ભક્તે પાટડી શક્તિમાતાના મંદિરે વાજતે ગાજતે બાવન ગજની ધજા ચઢાવાઇ હતી.

શક્તિમાના ધરતીમા સમાઇ ગયા બાદ હરપાળદેવ 16 વર્ષ ધામામાં પોતાનું શેષજીવન વિતાવે છે અને વિ.સં. 1186માં ધામામાં પોતાના દેહનો ત્યાગ કરે છે. પાટડી એ શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી અને ધામા એ શક્તિમાતાનું સમાધિસ્થળ છે. પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ  ત્યારે આજ રોજ પાટડી શક્તિમાતાની પ્રાગટ્યભૂમિમાં સૌરાષ્ટ્રના ભક્ત દ્વારા બાવન ગજની ધજા ચઢાવાઇ હતી. કોરોનાની બીજી ઘાતક લહેરમાં જીવ બચવાની સાથે મનોકામના પૂર્ણ થતાં સૌરાષ્ મંદિરે વાજતે ગાજતે બાવન ગજની ધજા ચઢાવાઇ હોવાનું મંદિરના વ્યવસ્થાપક રસિકભાઇ પટેલ અને જગદિશભાઇ પંચાસરાએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.