દ્વારકાના રાજમાર્ગો પર વાજતે-ગાજતે ઘ્વજાની શોભાયાત્રા નિકળી(
૨૦૧૮નું સાલ પુરુ થઈ ગયું છે અને ૨૦૧૯નું વર્ષ પ્રારંભ થતા જ વિશ્વભરમાં અલગ અલગ રીતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકા યાત્રાધામમાં આવેલ જગપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના શિખર પર છેલ્લા આશરે બે દાયકાથી ગુજરાતના ૨૦ જેટલા માછીમાર બંદરોના માછીમારો દ્વારા નૂતન ઘ્વજારોહણ કરવામાં આવે છે.
૨૦૧૯ની શરૂઆત થતાં જ આજે સવારે દીવ, દમણ, વણાંકબારા, જાફરાબાદ, પોરબંદર, વેરાવળ, ઓખા, દ્વારકા સહિતના ૨૦ જેટલા બંદર પર વસતા માછીમાર સમુદાયના બે હજાર જેટલા માછીમારોએ દ્વારકાધીશ જગતમંદિર પર નવા વર્ષની પ્રથમ ઘ્વજાજીનું આરોહણ કરાવવામાં આવ્યું હતું. દ્વારકાના રાજમાર્ગો પર વિશાળ સમુદાય દ્વારા વાજતે ગાજતે ઘ્વજાજીની શોભાયાત્રા નિકળી હતી. ત્યારબાદ જગતમંદિરે પહોંચી ધાર્મિક વિધિવિધાન સાથે ઘ્વજાજીનું આરોહણ કરાયું હતું.