લોકલ શાકભાજી બગડી જતાં આવકમાં ઘટાડો: કિલો લીંબુના રૂ. 4પ થી 50, કોથમીરના રૂ. પ0 થી 60
સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદની અસર રાજકોટ શાકભાજી યાર્ડમાં પણ જોવા મળી છે. અતિભારે વરસાદ પડતા રાજકોટ જીલ્લા સહિત આસપાસના પંથકમાં વાહન વ્યવહાર ખોરવાતા આવકમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. સરેરાશ તમામ શાકભાજીની આવક પ0 ટકા ઘટતા ભાવોમાં વધારો નોંધાયો છે. મોટાભાગના શાકભાજીના ભાવમાં દોઢથી બે ગણો વધારો થયો છે.
સૌરાષ્ટ્રભરના મોટાભાગના જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાતા શાકભાજીનું વાવેતર કરતા અનેક ખેડુતો પોતાનો માલ યાર્ડમાં ઠાલવી શકયા નથી. વાહન વ્યવહાર ખોરવાતા તમામ લોકલ શાકભાજીની આવકમાં સરેરાશ પ0 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ભાવો આસમાને ગયા છે. ભાવમાં દોઢથી બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અનેક ખેડુતોનું શાકભાજી ભારે વરસાદને પગલે બગડી જતા મોટું નુકશાન પણ થયા પામ્યું છે.
શાકભાજીની આવક ઘટતા ભાવ વધારો આગામી દિવસમાં જોવા મળશે.
હાલ રાજકોટ શાકભાજી યાર્ડમાં લોકલ દુધી, રીંગણા, ભીંડો, કોબીજ સહીતની આવક થઇ રહી છે. જયારે ટમેટા નાસીકથી તો સરગવો, લીંબુ કચ્છમાંથી આવે છે. આ ઉપરાંત લીંબુ અમદાવાદ બાજુથી પણ આવી રહ્યા છે. હાલ તમામ શાકભાજી છુટક ભાવે પ્રતિકિલોના રૂ. 10 થી રપ સુધી વેચાય રહ્યું છે.
ત્યારે વરસાદને પગલે આવક ઘટતા આ ભાવો હજુ વધશે સુત્રોમાંથી મળતી વિગત મુજબ લીંબુ, કોથમીરના સૌથી વધુ ભાવો છે. લીંબુ છુટક બજારમાં પ્રતિ કિલો રૂ. 45 થી 50 જયારે કોથમીર રૂ. પ0 થી 60 ભાવે મળી રહી છે. આગામી દિવસમાં આ ભાવમાં દોઢથી બે ગણો વધારો થવાની પુરેપુરી શકયતા જણાઇ રહી છે.