મહિલા સશકિતકરણની વાતો વચ્ચે બહાર આવતું કડવું સત્ય
ભારતમાં મહિલા સશકિતકરણ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. બીજી તરફ મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરનારા ઘણા લોકો વિધાયક તરીકે ચુંટાઇને આગેવાની લઇ રહ્યા છે. એક અભ્યાસમાં કહ્યા પ્રમાણે પ૧ વિધાયકો સામે મહિલાઓ બાબતના કેસ ચાલી રહ્યા છે. જેમાં બળાત્કાર અને અપહરણ જેવા કૃત્યનો પણ સમાવેશ થાય છે.પક્ષદીઠ અભ્યાસ પ્રમાણે પદમાંથી ૪૮ ધારાસભ્યો અને ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે. ભાજપનાં સૌથી વધુ ૧૪ ધારાસભ્યો અને સાંસદો સામે મહિલાઓ સામેના કેસ દાખલ થયા છે. શિવસેનાના ૭ અને ટીએમસીના ૬ ધારાસભ્યો,સાંસદો સામે મહિલાઓ બાબતનાં કેસ દાખલ કરવામાં આવ્યા છે.એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મે આ અભ્યાસ માટે કુલ ૪૮૫૨ એફિડેવીટની છણાવટ કરી હતી. ચુંટણીમાં ઉમેદવારી નોંધાવતા સમયે રજુ થયેલ એફિડેવીટમાં સાંસદોના ૭૭૪ એફિડેવીસટનો પણ સમાવેશ થાય છે. ૧૫૮૧ ધારાસભ્યો અને સાંસદો સામે ગુન્હાહિત કેસો નોંધાયા છે. જેમાંથી પ૧ સામે મહિલાઓને લગતા ગુન્હા નોંધાયા છે.