ધોરાજીમાં મળેલી પાસની બેઠકમાં લેવાયો નિર્ણય: વિપક્ષીનેતા પરેશ ધાનાણીના ઘરે જઈને પાસ અગ્રણીઓ અનામતના પ્રાઈવેટ બીલની માંગ કરશે: ૨૦મીથી ત્રણ દિવસ પગપાળા રેલી યોજાશે
રાજકોટ જીલ્લાના ધોરાજી માં પાસ ની બેઠક યોજાઇ હતી જેમાં અનામત માટે રણનીતિ ઘડાઈ હતી હાર્દીક પટેલ અને સૌરાષ્ટ્ર નાં તમામ જીલ્લાના તાલુકાના પાસ ક્ધવીનરો બેઠક માં હાજર રહયાં હતાં :
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષ થી ગુજરાત માં પાટીદાર સમાજ ને અનામત મળે તેવી મક્કમ માંગ સાથે સમગ્ર પાટીદાર નાં સાથ અને સહકાર થી આગળ વધી રહેલ હાર્દીક પટેલ છેલ્લા ચાર વર્ષ થી અનામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજરોજ લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પાસ ની બેઠક યોજાઇ હતી અને અનામત માટે ની રણનીતિ ઘડાવા માં આવેલ હતી બેઠકમાં અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવા તથા પાટીદારોને અનામત આપવાની મુખ્ય માંગ કરેલ ગોપાલ ઇટાલીયા, મનોજ પનારા, હાર્દિક પટેલ સહિત પાસના આગેવાનો દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું તમામ પાટીદાર વડીલો અને યુવાનોને એક થઈ લડવા માટે અપીલ કરવામાં આવી
પાટીદાર આનામત આંદોલન થકી સમાજને મળેલી ઉપલબ્ધીઓનો પ્રચાર કરવા ક્ધવીનરો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી આવતા મહિનાની ૫ તથા ૬ તારીખે વિપક્ષ નેતા ધાનાણી તથા સોલા ઉમિયા કેમ્પસના પાટીદાર આગેવાનોને મળી અનામત મુદ્દે તથા અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મુદ્દે કરાશે રજૂઆત કરશે સૌરાષ્ટ્ર તમામ જીલ્લાના તથા તાલુકાના પાસ ક્ધવીનરો બેઠક માં હાજર રહયાં હતાં પણ જોઈ એવી સંખ્યા જોવાં મળી ન હતી ધોરાજીમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક/ હાર્દિકે કહ્યું ધાનાણીના ઘરે જઇ અનામતના પ્રાઇવેટ બિલની માંગ કરાશે. હાર્દિક પટેલ, મનોજ પનારા સહિત સૌરાષ્ટ્ર ઝોનના તમામ ક્ધવીનરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી ૫ તારીખે પરેશ ધાનાણીના ઘરે જઇ અનામત આંદોલનના પ્રાઇવેટ બિલની માંગ મૂકવા રજૂઆત કરવામાં આવશે.હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરીયાની જેલ મુક્તિ માટે અને અનામત મુદ્દે શું કરવામાં આવ્યું તેના સવાલ કરવામાં આવશે. તેમજ સુરતમાં અલ્પેશ કથીરીયાની જેલ મુક્તિ માટે એક દિવસના ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં ખેડૂતોની વેદના જાણવા માટે ૨૦,૨૧ અને ૨૨ એમ ત્રણ દિવસ પગપાળા રેલી કરવામાં આવશે. જાન્યુઆરી મહિનાથી સિદસર ઉમિયા માના દર્શન કરી સૌરાષ્ટ્રના તમામ તાલુકા અને ગામડા લેવલે જઇ જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે.મરાઠાને અનામત મળે તો પાટીદારોને કેમ નહીં ?