જસદણ પંથકના ખરા સંતત્વ બ્રહ્મલીન શ્રી હરિરામબાપાની પાંચમી પૂણ્યતિથિ અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભૂખ્યાને ભોજન અને રામનામની આહલેક જગાડનારા પૂ. શ્રી હરિરામબાપાની પૂણ્યતિથિ અંગે શહેરનાં બજરંગનગર, ચાચૂડીવાડી ખાતે આગામી તા. ૨૮ અને ૨૯ના રોજ બે દિવસનું ભવ્ય આયોજન થયું છે. જેમાં હજારો લોકો ઉમટી પડી શ્રી હરિરામબાપાને ગર્વભેર યાદ કરાશે.આગામી તા.૨૮ને શનિવારે સવારે ૮ થી ૯ પૂજનવિધી, ૯ થી ૧૨ ગૂમહીમાં પ્રવચન, ૧ થી ૩ મહિલા મંડળ દ્વારા સતસંગ સાંજે ૬ કલાકે આરતી, ૭ થી ૮.૩૦ સુંદરકાંડ, તા.૨૯ને રવિવારના રોજ તજજ્ઞો દ્વારા સવારે ૯ થી ૧૨ પ્રવચન ૧૨ થી ૨ અને સાંજે પાંચ કલાક સુધી કિર્તન રાસ સાંજે ૬ કલાકે મહાઆરતી, હનુમાન ચાલીસા, અને રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. સંત શ્રી હરિરામબાપાને યાદ કરાશે.શનિ-રવિવારે બંને સમય પ્રસાદ સહિતના કાર્યક્રમોમાં જાહેર નિમંત્રણ પાઠવાયું છે. દરમિયાન હિતેશ ગોસાઈએ એક યાદીમા જણાવ્યું છે કે પૂ. હરિરામબાપાની સેવા થકી આજે પણ જસદણ, આટકોટ, નાગપુર જેવા અનેક શહેરોમાં અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. જેમાં બંને સમય સમાજના અનેક ગરીબોની ભુખ સંતોષાય રહી છે.તેમની નિ:સ્વાર્થ સેવાની સોડમ આજે પણ મધમધી રહી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત