મેન્ડઝુકિચના ગોલથી ઇંગ્લેન્ડફીફા રેસથી બહાર ધકેલાયું
ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮માં અનેક ઐતિહાસિક ઘટનાઓ તેમજ રેકોર્ડ સર્જાયા, તો જર્મની જેવી શકિતશાળી ટીમ પણ ગેમથી બહાર ફેંકાતા મેજર અપસેટ જોવા મળ્યો હતો. ફાઇનલ ફાઇટને માત્ર ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે ઇંગ્લેન્ડના સ્વપ્નોનું પાણીઢોર કરી ક્રોએશિયા ફ્રાન્સ સામે ફાઇનલમાં ઉતરશે.
ક્રોએશિયાના ખેલાડી મારિયો માન્ડઝુકીયે ગોલ ફટકારી ઇગ્લેન્ડને માત આપી હતી. બુધવારે રમાયેલા બીજા સેમીફાઇનલમાં ૩–૧ થી હરાવી ક્રોએશિયા પ્રથમ વખત ફીફા ફાઇનલમાં પ્રવેશ્યું હતું.
નિર્ધારીત સમય બાદ મેચ ૧–૧ ની બરાબરી રહ્યો હતો કિરેન ટ્રિપીયરે પાંચમી મીનીટે દમદાર ફ્રી કિક પર ગોલકીપર લીડ અપાવી હતી. પરંતુ સેકન્ડ હાફમાં ક્રોએશિયાએ બરાબરી મેળવી લીધી હતી. અને પર વર્ષ બાદ બીજી વખત ફાઇનલમાં સ્થાન મેળવવાની ઇગ્લેન્ડનું સ્વપ્ન ચકનાચુર થયું હતું. ૧૯૬૬ માં ઇગ્લેન્ડે પહેલી વખત ફીફા ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજી વખત સેમીફાઇનલ રમી રહેલી ટીમ ક્રોએશીયા આ પૂર્વ ૧૯૯૮ માં મેઝબાન ટીમથી હારી હતી. ક્રોએશિયન ટીમ ફીફાની શરુઆતથી જ અનબીટેશન રહી હતી. બન્ને ટીમોએ હાફ ટાઇમમાં સારા મુવ્સ બનાવ્યા હતા. પણ ક્રોેએશિયા તેમાં ઝડપી રહ્યું હતું છેલ્લે ઇગ્લેન્ડને બરાબરી મેળવવાની ફ્રી કીકની તક મળી હતી પરંતુ હૈડબાલ તેને ઝડપી શકયો ન હતો.