આગામી રવિવારથી કતારમાં ફીફાવર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ ટુર્નામેન્ટમાં કુલ 32 દેશો ભાગ લઈ રહ્યા છે. ભારતીય ચાહકો પણ પોતાના માનીતા ખેલાડીઓને નજરે જોવા કતાર જવાનો પ્લાન કરી રહ્યા છે. આ સાથે લોકોની એવી પ્રાર્થના પણ છેકે, પોતાનો માનીતો ખેલાડી વિશ્વ કપમાં પોતાનું ઉમદા પ્રદર્શન કરે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લીયોનલ મેસી જેવા દિગ્ગજ ખેલાડીઓ માટે આ વિશ્વ કપ આખરી હોય શકે, તેથી ફૂટબોલ ચાહકો માટે ફીફા વર્લ્ડ કપ 2022 વધુ સ્પેશ્યલ હોય ત્યારે તમામ ચાહકો આ બંનેને મેદાન પર રમતા જોવાનું પસંદ કરશે. તમામ ટીમોની તૈયારી પૂરી થઈ ગઈ છે. અને ફૂટબોલના ફેન્સ પણ કતાર પહોચવા લાગ્યા છે. ત્યારે કરીમ બેન્જેમા (ફ્રાન્સ), હેરીકેન (ઈગ્લેન્ડ), લુકામાડ્રીય (ક્રોએસીયા), કિલીયન ઓમ્બાપે (ફ્રાન્સ), નોમાર (બ્રાઝીલ), કેવીનડીબ્રુઈન (બેલજીયમ) જેવા ખેલાડીઓ પણ વર્લ્ડ કપમાં મેદાન પર પોતાનું પ્રદર્શન આપતા જોવા મળશે.
વિશ્વ ફૂટબોલમાં ટોચના સુપરસ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો માટે 2021નું વર્ષ સિદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડનારૂ બની રહ્યું હતુ. ઈટાલીયન ફૂટબોલ કલબ યુવેન્ટ્સ છોડીને રોનાલ્ડો તેની જૂની કલબ માંચેસ્ટર યુનાઈટેડમાં પરત ફર્યો હતો. ફૂટબોલ ચાહકો માટે રોનાલ્ડોનું હોમ-કમિંગ ભારે રોમાંચક બની રહ્યું હતુ. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પણ રોનાલ્ડોએ સૌથી વધુ 109 ગોલ ફટકારવાનો ઈરાનના અલી ડાઈનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે આ ઉપરાંત કારકિર્દીનો માઈલસ્ટોન 800મો ગોલ પણ નોંધાવ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તે સૌથી વધુ 10 ગોલ હેટ્રિક નોંધાવનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. કલબ ફૂટબોલમાં પણ યુવેન્ટસ તરફથી નોંધપાત્ર દેખાવ કરનારા રોનાલ્ડોના આગમનની અસર માંચેસ્ટરના પરિણામોમાં જોવા મળી હતી.
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. મેસ્સીએ જાહેરાત કરી છે કે વર્ષ 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. એટલે કે આ વર્લ્ડ કપ પછી તે ગમે ત્યારે નિવૃત્ત થઈ શકે છે, કારણ કે આ પછી આગામી વર્લ્ડ કપ ચાર વર્ષ પછી 2026માં વર્લ્ડ કપ યોજાશે ત્યાં સુધી મેસી રાહ જોવા માંગતો ન હોય તેવુ નિવેદન પરથી જણાઈ આવે છે. 35 વર્ષીય લિયોનેલ મેસીએ કહ્યું કે હું શારીરિક રીતે વધુ સારું અનુભવી રહ્યો છું, મને આશા છે કે વર્લ્ડ કપ પહેલા પણ મારી સિઝન સારી રહેશે. હું ઈજામાંથી પાછો આવ્યો છું અને હવે સારું અનુભવું છું. હવે હું વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છું, હકીકત એ છે કે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નર્વસનેસ વધી રહી છે.
-
આ ત્રણ દિગ્ગજ ખેલાડી પણ ઈજાના કારણે બહાર છે
આ વખતે ફ્રેન્ચ ટીમ ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. ઈજાના કારણે ત્રણ મોટા દિગ્ગજ પહેલાથી જ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. પોલ પોગ્બા, એનગોલો કાંટે અને પ્રેસ્નેલ કિમ્પેમ્બે ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયા હતા.
-
ફ્રાન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન
રશિયામાં યોજાયેલ છેલ્લો ફિફા વર્લ્ડ કપ ફ્રાન્સે જીત્યો હતો. આ પહેલા વર્ષ 2016માં પણ ફ્રાન્સની ટીમ યુરો ચેમ્પિયન બની હતી. મોટી ટુર્નામેન્ટમાં ફ્રાન્સની તાજેતરની સફળતાથી તે આ વખતે પણ વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે. ફ્રાન્સમાં કરીમ બેન્ઝેમા, એમબાપ્પે અને ગ્રીઝમાન જેવા સ્ટાર ફોરવર્ડ ખેલાડીઓ છે.
-
મેસ્સીએ 91મો આંતરરાષ્ટ્રીય ગોલ ફટકાર્યો, આર્જેન્ટિનાએ UAE સામે 5-0થી એકતરફી જીત મેળવી
આર્જેન્ટિનાની ટીમે ગુરૂવારે બે દિવસ પહેલા પ્રેક્ટિસ મેચમાં UAE સામે 5-0થી એકતરફી જીત નોંધાવી હતી. તે મેચમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ હાફ ટાઈમ પહેલા ચોથો ગોલ કર્યો હતો. આ ગોલની મદદથી મેસ્સીના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 91 પર પહોંચી ગઈ હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવામાં તે પોર્ટુગલના
-
સ્ટાર ફુટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (117)થી પાછળ છે.
જો કે આ તો હજુ પ્રેક્ટિસ મેચ છે અસલી ધમાલ તો રવિવારથી જામશે. રોનાલ્ડો, મેસ્સી, નોમાર સહિતના ખેલાડીઓને જોવા રેકોર્ડબ્રેક પબ્લિક મેદાને ઉમટી પડશે.
-
કિલીયન ઓમ્બાપે (ફ્રાન્સ)
ફ્રાન્સના કિલીયન ઓમ્બાપે ફકત23 વર્ષની વયે જ પોતાની આગવી ઓળખ બનાવી ચૂકયા છે. ત્યારે ફ્રાન્સની બહાર પણ તેના ફ્રેન્સની અસંખ્ય સંખ્યા છે. તેઓ પીએસજી ફૂટબોલ કલબ માટે રમતા જોવા મળે છે. તેમજ તેના ફ્રેન્સને આ વખતે ઓમ્બાપે ફ્રાન્સને વિશ્વ કપ જીતાડે તેવી આશા છે. તો આ વિશ્વ કપમાં ફ્રાન્સના ઓમ્બાપે કમલ કરશે કે નહી તે જોવાનું રહ્યું.
-
નોમાર (બ્રાઝીલ)
બ્રાઝીલની ટીમ વિશ્વ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓ પણ છે આ વખતે વિશ્વ કપમાં ચાહકોની નજર નોમાર પર રહેશે. નોમાર છેલ્લ્લા ઘણા સમયથી ઈજાના કારણે પરેશાન છે. તાજેતરમાં જ તેને પોતાનું પીએસજી કલબમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે પીએસજીમાં 11 ગોલ ફટકાર્યા હતા. અને તેના સાથી ખેલાડીઓને બીજા 9 ગોલ કરવા મદદ કરી હતી.
-
કેવીનડીબ્રુવીન (બેલ્જીયમ)
વિશ્વ ના સર્વોશ્રેષ્ઠ મીડ ફીલ્ડર તરીકે બેલ્જીયમના કેવીનડીબ્રુવીન ને માનવામાં આવે છે. તે બોલને લઈને ચીતાની જડપે ભાગતા તેમના હરીફ ખેલાડીઓને પરેસેવો પડાવે છે. આ સાથે તેમના સાથી ખેલાડીઓને હાથતાળી આપી બોલ પાસ કરવામાં નિષ્ણાંત છે. કેવીન તેના હાથમાં બોલ લે છે ત્યારે વિપક્ષ ટીમના સમર્થકોને તેની આ રમત જોવાની મજા આવે છે. અને આજ કારણે ક્ેવીનને જોવા મોટાભાગના લોકો મેદાન પર તેને ચીઅરપ કરશે.
-
લુકા માડ્રીય (ક્રોએશીયા)
37 વર્ષીય લુકા મેદાન પર એવી રીતે દોડે છે કે યુવાનને પણ એક વાર વિચાર આવે છે કે, હુ કેમ આટલુ દોડી નથી શકતો તેની આ દોડવાની ઝડપ જ દુનિયામાં સર્વોષ્ઠ માનવામાં આવે છે. ત્યારે ફીફા વર્લ્ડકપ 2018માં તેણે પોતાના કેરીઅરનો સર્વેષ્ઠ દેખાવ કર્યો હતો. તેના માટે આ વિશ્વ કપ આખરી હોય શકે છે. જોકે તે પોતાનું જાદુ પાથરીને વિશ્વ કપને અલ્વીદા કહૈેવાનું પસંદ કરશે.
-
હેરીકેન (ઈગ્લેન્ડ)
ઈગ્લેન્ડનો હીરો હેરીકેન એવા ખેલાડીઓમાં સામેલ છે કે, જે ઘણી નાની વયે સ્ટાર ખેલાડી બની ગયા છે. ખેલાડીનો દેખાવ સાત્તીયની ઉણપ દર્શાવે છે તેમ છતા ખછેલ્લી પ્રીમીયર લીગમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. તેથી આ વખતે તેના ફ્રેન્સને આશ છે આ વિશ્વ કપમાં તે છવાઈ જશે. આ વર્ષે ઈગ્લેન્ડની ટી.20 વિશ્વ કપ જીતી છે તેનાથી ઉત્સાહીત ફ્રેન્સ મેદાન પર દેખાશે.
-
કરીમ બ્રેન્જેમા (ફ્રાન્સ)
ગત વર્ષ ફ્રાન્સની ટીમ વિશ્વ કપમાં ચેમ્પીયન બની ચુકી છે. જોકે ત્યારે કરીમ તે ટીમમાં હિસ્સો ધરાવતો ન હતો. આ વિશ્વ કપમાં પોતાના શાનદાર દેખાવના જોરે તે ફરી પાછો ફ્રાન્સને જીતાડવા ઈચ્છશે. વિશ્વ ભરમાં બેન્જેમાના ચાહકો મોટી સંખ્યામાં છે. સાથે તેના સમર્થકો પણ તેને મેદાન પર જોવા કતાર પહોચી જશે.
-
રોબર્ટ લેવાન્ડોવ્સ્કી (પોલેન્ડ)
34 વર્ષીય રોબર્ટ લેવાન્ડોવ્સ્કી પોતાના સ્કોરીંગ ગોલ્સ માટે જાણીતા છે. તે પોતાની રમતને કયારેય પણ ક્રેડીટ નથી આપતા આ સાથે જ તે વિશ્વ ના દિગ્ગજ ખેલાડી મેસ્સી અને રોનાલ્ડોમાંથી ઘણી બધી પ્રેરણા મેળવે છે. છેલ્લે તેઓ 2018માં વિશ્વ કપ રમ્યા હતા. અને અત્યાર સુધીમાં કુલ તેઓ એક જ કપ રમેલા છે.
-
લુઇસ સુરેઝ (ઉરુગ્વે)
ઉરુગ્વેના લીડીંગ સ્કોરર લુઇસે અત્યાર સુધી 134 ગોલ કર્યા છે અને તેઓ 35 વર્ષીય છે. આ વિશ્વ કપ તેનો ચોથો વર્લ્ડકપ છે તેઓએ બોયહુડ ક્લબથી પોતાનું કેરીયર ચાલુ કર્યુ છે.લુઇસ પોર્ટુગના રોનાલ્ડોથી ખૂબ જ પ્રેરિત છે આ સાથે જ તેઓ સાથી ખેલાડીઓને ગોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે.તેનો આ ચોથો વિશ્વ કપ હોવાથી તના ફેન્સકલબ ને આશા છે કે લુઇસ આ વખત ઉરુગ્વેને કપ હાંસિલ કરાવશે.a