હાઇ સ્પીડની રમત હોવાને કારણે ફૂટબોલ યુવા ખેલાડીઓ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. જોકે ફૂટબોલ વર્લ્ડ કપ માટે રશિયા આવી રહેલા 736 ખેલાડીઓમાં 19થી 45 વર્ષ સુધીના ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના મિડફીલ્ડર ડેનિયલ અરજાની સૌથી યુવાન તો મિસરના ગોલકીપર એસામ અલ-હૈદરી સૌથી મોટી ઉંમરના ખેલાડી છે. અલ-હૈદરી પહેલીવાર વર્લ્ડ કપ રમશે. સૌથી મોટી ઉંમરમાં ફીફા વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ અત્યારે કોલંબિયાના ગોલકીપર રહેલા ફરીદ મોંદ્રાગનના નામે છે. તે 43 વર્ષનો છે.
મિસરના અલ-હૈદરીને જો મેચમાં રમવાનો મોકો મળ્યો તો તે ફીફા વર્લ્ડ કપના અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી વધુ ઉંમરવાળો ખેલાડી બની જશે. 45 વર્ષનો અલ-હૈદરી સૌથી ઉંમરવાન ગોલકીપર પણ છે. અલ-હૈદરી સેનેગલના કોચ એલિયો સિસે, સર્બિયાના મ્લાડેન ક્રસટૈજિક અને બેલ્જિયમના રોબર્ટો માર્ટિનેજથી પણ ઉંમરમાં મોટો છે.અલ-હૈદરીએ અત્યાર સુધી 158 આંતરરાષ્ટ્રીય અને 11 ક્લબો માટે 754 મેચ રમ્યો છે. તેની કમાણી 2.8 કરોડ રૂપિયા છે.