ગુરુવારથી શરૂ થઈ રહેલા 21માં ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટીનાની ટીમ એક મજબૂત દાવદાર તરીકે આગળ આવશે. 1978 વર્લ્ડકપ પછી અત્યાર સુધી રમવામાં આવેલી દરેક નોક આઉટ મેચમાં 19.7 ટકા રિઝલ્ટ પેનલ્ટી શૂટઆઉટથી આવ્યું છે. આર્જેન્ટીનાની મેચ સૌથી વધારે 5 વાર પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી જેમાં 4માં તેમને જીત મળી છે. જોકે ઈંગ્લેન્ડનું પ્રદર્શન આ મામલે સૌથી ખરાબ રહ્યું છે. તેને 3 વાર પેનલ્ટી શૂટઆઉટ રમવું પડ્યું છે. તેમાં એકવાર પણ તેમને જીત મળી નથી.

માત્ર 2006માં જર્મનીથી હારી આર્જેન્ટીના

આર્જેન્ટીનાને 2006માં જર્મની વિરુદ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમની વચ્ચે 2006માં થયેલી ક્વાર્ટર મેચ નક્કી કરેલા સમય પ્રમાણે 1-1ની બરાબરી પર રહી હતી. ત્યારપછી પેનલ્ટી શૂટઆઉટમાં જર્મન ટીમે આર્જેન્ટીનાને 4-2થી હરાવી દીધા હતા.આ પહેલાં આર્જેન્ટીનાએ 1990માં બે અને 1998માં એક મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો. ત્રણેય વખત ત્યારે તેમને જ જીત મળી હતી. ગઈ વખતે વર્લ્ડકપમાં આર્જેન્ટીના અને નેધરલેન્ડની મેચ પણ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી. આ મેચમાં પણ આર્જેન્ટીનાને જીત મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.