- દોલતપરા GIDC વિસ્તારમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
- ફાયર વિભાગ ઘટના સ્થળે, આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ
- 40 થી 50 લાખના બારદાન ગોડાઉનમાં હોવાની આશંકા
- ગોડાઉનની આસપાસ લોકોના ટોળા થયા એકઠા
ગુજરાતમાં દિવસેને દિવસે આગની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે આજે સવારે જૂનાગઢના દૌલતપરા વિસ્તારની GIDCમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગની લાગવાની ઘટના સામે આવી હતી. બારદાનના ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
તેમજ આગ માંડ માંડ આગ પર કાબુ મેળવાયો હતો. તેમજ બારદાનના ગોડાઉનમાં આગની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જુનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગની બે ટીમ બારદાનના ગોડાઉન ખાતે પહોંચી હતી. ફાયર વિભાગના ચીફ ઓફિસર સહિતનો કાફલો ગોડાઉન ખાતે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, કલાકો બાદ માંડ માંડ આગ કાબૂમાં આવી હતી.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દોલતપરા નજીક બારદાનના ગોડાઉનમાં આગની ઘટના બની છે. જેને લઈ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. બારદાન ગોડાઉનના માલિકે જણાવ્યું હતું કે, મારા ગોડાઉનમાં આગ લાગી હતી, જેથી હું તાત્કાલિક મારા ગોડાઉને પહોંચ્યો હતો. જ્યારે ફાયર વિભાગની ટીમ પણ તાત્કાષ્ટિક પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો, મારા ગોડાઉનમાં 40થી 50 લાખના બારદાન હતા.