- ડીસામાં ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ: પાંચ શ્રમિકોના મો*ત, પાંચ ગંભીર
- ફેક્ટરીમાં બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન
- ફાયરની ટીમ દ્વારા સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ: મૃ*ત્યુઆંક હજુ વધી શકે
- હોસ્પિટલમાં એક પછી મૃ*તદેહોની સંખ્યા વધી રહી છે અને મૃ*તકોના પરિવારજનોની મ*રણચીંસો ગૂંજી રહી છે.
અપડેટ કરી રહ્યા છીએ……………
પ્રાપ્ત વિગત અનુસાર, 31મી ડિસેમ્બરે તેની ટર્મ પૂરી થઈ હતી છતાં ગોડાઉન ધમધમતું હતું. એમોનિયમ નાઈટ્રેટના કારણે બ્લા*સ્ટ થયો હતો અને આ બ્લા*સ્ટ થતાં ગોડાઉનનો સ્લેબ ધરાશાયી થયો. 30 દિવસ પહેલા પોલીસ તપાસમાં ગોડાઉન ખાલી હતું. જોકે 30 દિવસની અંદર જ ગેરકાયદે કામ શરૂ કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લાઇસન્સ રીન્યૂની અરજી સરકારે મંજૂર નહોતી કરી. ફરી અરજી કરતા સ્થાનિક તંત્રએ રૂબરૂ મુલાકાત લીધી હતી તે દરમિયાન ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો ન હતો અને તે સમયે દીપક ટ્રેડર્સ નામની પેઢીમાં સલામતીના પૂરતા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.
બ્લા*સ્ટ મામલે નવો ખુલાસો
મળતી માહિતી મુજબ, ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગે અત્યાર સુધી 22 લોકોના જીવ લઈ લીધા છે. મૃ*તકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પોલીસે ગોડાઉન માલિક દીપક સિંધીની અટકાયત કરી છે. બીજી તરફ બ્લા*સ્ટ મામલે નવો ખુલાસો થયો છે. વગર લાઇસન્સે ફેક્ટરી ધમધમતી હતી. માત્ર ફટાકડાના સંગ્રહ માટે મંજૂરી અપાઈ હતી.
21 મજૂરનાં મો*ત
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 21 મજૂરનાં મો*ત થયાં છે. મૃ*તકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે.
હોસ્પિટલમાં એક પછી મૃ*તદેહોની સંખ્યા વધી રહી છે અને મૃ*તકોના પરિવારજનોની મરણચીંસો ગૂંજી રહી છે.
ડીસા બ્લાસ્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 20થી વધુ લોકોના મો*ત થયા હોવાનું સામે આવ્યું છે. આ મૃ*તકો મોટાભાગે મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. જે લોકોના મો*ત થયા છે તેઓ હરદાના હાંડિયા ગામના હોવાનું સામે આવ્યું છે. મો*તનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જે લોકોના મો*ત નિપજ્યાં છે તેમના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. સરકાર દ્વારા આ મામલે મૃ*તકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરવામાં આવી છે.
ઉનાળાની હજુ શરૂઆત જ થી છે ત્યાં જ આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આ*ગ લાગી છે. આ દુર્ઘ*ટનામાં પાંચથી વધુ મજૂરના મો*તની આશંકા છે. આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અત્યાર સુધી પાંચ શ્રમિકોના મો*તની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી આગમાં પાંચ શ્રમિકોરોના મો*ત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયરની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃ*તકોનો ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો.
ડિસાના ફટાકડાના ગોડાઉનમાં બોઈલર ફાટવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી ભયાનક હતી કે, ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.