સ્માર્ટ મીટરમાં કોન્ટ્રાકટરોને કમાણી લોકો લૂંટાય રહ્યા છે
ભાજપા સરકારની પ્રજા પર સ્માર્ટ મીટર થોપી દેવાની નિતિ સામે જનતાના આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર થઈ રહેલા ભારે વિરોધના ભાગરૂપે નરોડા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી સ્થાનિક રહેવાસીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે ત્યારે મોટી સંખ્યામાં આંદોલનકર્તા ભાઈઓ-બહેનોને રૂબરૂ મળીને સ્માર્ટ મીટરએ લૂંટ મીટર છે અને પ્રજાને પડતી મુશ્કેલીમાં સત્વરે ન્યાય મળે તે માટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલભાઈ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી સહિતનું પ્રતિનિધિ મંડળે સ્થાનિક નાગરિકો સાથે રાખી ઉત્તર ગુજરાત વિજકંપનીના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી.
મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ખાસ કરીને બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકારની ખોટી નિતિનો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો.બંધ મકાનો પાસેથી પણ મસમોટો વીજ બિલોના નાણા વસૂલાત થઈ રહી છે. પ્રિપેઈડ સ્માર્ટ મીટરો મોંઘવારીના માર વચ્ચે એડવાન્સ વસૂલાતથી પણ ભારો ભાર આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતાં. સ્માર્ટ મીટરોના ખરીદી કોન્ટ્રાક્ટમાં માલેતુજારથી કમાઈ ગયા અને જનતા લૂંટાઈ રહી છે તે કેટલે અંશે વ્યાજબી?
સ્માર્ટ મીટરના કારણે જનતા ભારે મુશ્કેલી અનુભવી રહી છે ત્યારે જનતાને ન્યાય મળે તે માટે તેવી માંગ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરના નામે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ છે મસમોટા બિલોથી મોંઘવારીના માર વચ્ચે સપડાયેલા ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો ભારે આક્રોશ અનુભવી રહ્યો છે. ભાજપ સરકાર અને વિજકંપનીના સત્તાધીશો વાત સાંભળવા તૈયાર નથી.
મનફાવે તે રીતે સ્માર્ટ મીટરો જનતાને પૂછયા વિના લગાડી દેવામાં આવે છે જેમનું બિલ સામાન્ય રીતે 500 થી 2000 રૂ. બે મહિને આવતુ હતું તેઓના વિજબીલ સ્માર્ટ મીટર લાગ્યા બાદ 6000 થી 20000 રૂ. જેવા મસમોટા વિજ બિલ પેટે નાણાં વસૂલાઈ રહ્યાં છે.
ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જનતા વિરોધી નિર્ણયો કરે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી. જનતાને પડી રહેલી મુશ્કેલીઓમાં તાત્કાલીક સ્માર્ટ મીટર પરત ખેંચવા જનતાની માંગ છે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ પણે જનતાના ન્યાયની લડતમાં સાથે છે.
આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરના મુદ્દે ચાલતા જનઆંદોલનમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો આપે છે અને સ્માર્ટ મીટરના નામે ભાજપા સરકારની લૂંટનીતિને રોકવા માટે જનઆંદોલનના કાર્યક્રમો અપાશે.