શોક સર્કિટના કારણે આગ ભભૂકતા મશીનરી, થર્મોકોલનો માલ સામાન અને બાઇક સળગી ગયા: વહેલી સવારે આગ કાબુમાં આવી
શાપર ખાતે આવેલા ગોલ્ડ કોઇન પ્રા.લી. નામના થર્મોકોલના કારખાનામાં મોડીરાતે શોક સર્કિટના કારણે આગ ભભૂકતા મશીનરી, થર્મોકોલનો માલ સામાન અને બાઇક સળગી જતા અંદાજે રૂ.૧૨ કરોડનું નુકસાન થયું છે. રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી છ કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો છે. આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ગોલ્ડ કોઇન પ્રા.લી. નામના થર્મોકોલના કારખાનામાં મોડીરાતે આગ લાગ્યાની રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી સતત છ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુ કરી છે.
આગના કારણે કારખાનાની મશીનરી, થર્મોકોલનો મોટો જથ્થો અને કારખાના પાસે પાર્ક કરેલા બાઇક સળગી જતા અંદાજે રૂ.૧૨ કરોડનું નુકસાન થયાનું બીગ બજાર પાછળ રહેતા કારખાનાના માલિક અશ્ર્વિનભાઇ ગોગનભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતું.
આગ શોક સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,