આગથી ભયભિત ૪ લોકોએ જીવ બચાવવા ચોથા માળેથી ઝંપલાવ્યું
૨૭ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે તૈનાત મૃત્યુ આંક વધવાની આશંકા
દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલ અર્પિત હોટલમાં ભિષણ આગ લાગવાથી ૧૭ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં સાત પુરુષ એક મહિલા એક બાળક સામેલ છે આ સાથે ૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરની ર૭ ટીમ ઘટના સ્થળે કાર્યરત છે.
હોટલમાં આગ લાગવાથી નીચે કૂદી ગયા હતા. મળતી માહીતી મુજબ જીવ બચાવવા માટે ચાર લોકો નીચે કૂદી ગયા હતા.ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે રપ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ વહેલી સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગને કારણે લોકો હોટલમાંથી રસ્તા પર કૂલ પડયા હતા.
ઉલ્લેખનીય છે કે અર્પિત પેલેસ રપ વર્ષ જુની છે જે ચાર માળની હોટલ છે. અને તેનાં રપ અલગ અલગ પ્રકારના રૂમ પણ આવેલા છે. આ સાથે હોટલ ની છત પર રેસ્ટોરન્ટ પણ છે જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે.
દિલ્હીના કરોલ બાગમાં આવેલી અર્પિણ પેલેસ હોટલેમાં આગને કાબુમાં લેવા ર૭ ફાયર ફાઇટર કામે લાગી ગયા છે. મળતી માહીતી પ્રમાણે આગથી ડરી ગયેલા લોકોએ ચોથા માળેથી ઝપલાવ્યું હતું અને લોકોના મોતનું કારણ ગુગણામણથી થયું હોય તેવી આશંકા છે. આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના વિસ્તારમાં અફરા તફડી મચી ગઇ હતી. રપ લોકોને બચાવી લેવાયા છે. જો કે આગ લાગવાનું કોઇ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
મહત્વનું છે કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આવી રપ વર્ષ જુની હોટલોમાં માળખાકીય સુવિધાઓ અંગે ઠોસ કાર્યવાહી કરવી આવશ્યક છે. અગાઉ પણ મુંબઇમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી જેમાં ૩૧ની પાર્ટી મનાવવા ગયેલા ઘણા બધા લોકો ભડથુ થઇ ગયા હતા.
આગની ઘટનાથી ભયભીત થઇ ગયેલા લોકોએ ચોથા માળેથી ઝપલાવી જીવ બચાવવાની કોશિશ કરી હતી. વહેલી સવારે લાગેલી આગમાં નવ લોકોના મોત થયા હોવાની માહીતી મળી રહી છે. જયારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મહત્વનું છે કે અર્પિત પેલેસ મા કેટલા લોકો હતા તેની કોઇ જાણકારી મળી નથી જેને લઇ મૃત્યુઆંક વધવાની આશંકા સેુવાઇ રહી છે.