- ચાર જેટલા ફાયર ફાઇટરે ઘટના સ્થળે આવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો: પ્રાથમિક માહિતી મુજબ શોર્ટશર્કિટથી આગ લાગી હોવાનું બહાર આવ્યું
રાજકોટમાં ભીલવાસ ચોક નજીક આવેલ જયઅંબિકા આર્કેડના ચોથા માળે શિવ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી જો કે પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટશાર્કીટથી લાગી છે તેમ મેડિકલ એજન્સીના સંચાલકનું કહેવું છે. આગ લાગવાના પગલે ફાયર ફાઇટરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગનાં કારણે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ 50 લાખથી વધુ નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બિલ્ડીંગમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે સમયસર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવ્યો હતો.મળતી માહિતી મુજબ ચાર જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે આવી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં લાખોના માલનું નુકસાન થયાની આશંકા છે. પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિની માહિતી મળી નથી. મેડિકલ એજન્સીના સંચાલકે જણાવ્યું હતું કે લગભગ 12 વાગ્યાની આસપાસ તેઓ અને તેમનો સ્ટાફ જમવા અર્થે ઘરે જવા નિકળા હતા.
સમગ્ર બનાવ 12 વાગ્યા પછી જ બન્યો છે. જો કે હવે આગ શોર્ટ શર્કિટના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જો કે એજન્સીમાં સદનસીબે અન્ય કોઈ હાજર હતું નહિ આગને કારણે ફક્ત મેડિકલને લગતી સામગ્રી બળીને ખાખ થઇ ગઈ છે. હાલતો પ્રાથમિક દ્રષ્ટિએ આગના વિકરાર સ્વરૂપને જોતા લાગી રહ્યું છે કે અંદાજે 50 લાખથી વધુનો માલ બળી ગયો છે.