ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટરની હોટેલ હોવાનો પ્રાથમિક અહેવાલ: જાનહાનીના કોઈ સમાચાર નથી
મહારાષ્ટ્રના પુણેના લુલ્લાનગર વિસ્તારની એક પ્રખ્યાત હોટલમાં આગ લાગવાની ઘટન સામે આવી છે. આગ હોટલના ચોથા માળે લાગી છે. ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગને કાબુમાં લેવા માટે ચાર ફાયર ટેન્ડર ઘટના સ્થળે હાજર છે. ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે. પુણેની જે પ્રખ્યાત હોટેલમાં આગ લાગી છે તે હોટેલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટરની હોવાનું હાલ પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે.
આગ જ્યારે લાગી ત્યારે હોટેલમાં કેટલા લોકો હાજર હતા તે અંગે હજુ સુધી કોઈ વિગતો મળી નથી. કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તે અંગે પણ હજુ સુધી કોઈ સતાવાર વિગતો મળી નથી. દરમિયાન, સોમવારે મુંબઈના ઝૂંપડપટ્ટીવાળા ધારાવી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલી ખાલી પોલીસ બસમાં આગ લાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, સાયન-બાંદ્રા લિંક રોડ પર પાર્ક કરેલી પોલીસ બસની કેબિનમાં આગ ફાટી નીકળી હતી અને ફાયર વિભાગને લગભગ 1:30 વાગ્યે જાણ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને જલ્દી કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કારણ કે બસ ખાલી હતી. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તેવું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત દિવાળી પર મહારાષ્ટ્રના પુણેથી ઓછામાં ઓછા 15 સ્થળોએ ફટાકડા ફોડવાની ઘટનાઓ નોંધાઈ છે. આમાંથી એક ઘટનામાં ફટાકડાના કારણે લાગેલી આગને કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી. હકીકતમાં, ગયા અઠવાડિયે પુણેના ઔંધ વિસ્તારમાં સ્થિત એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. ગયા અઠવાડિયે સોમવારે સાંજે 7 થી 11 વાગ્યાની વચ્ચે પૂણેના વિવિધ વિસ્તારોમાં ફટાકડાને કારણે આગ લાગવાના ઓછામાં ઓછા 15 બનાવો નોંધાયા હતા.