ગીર ગઢડા- મનુ કવાડ:
ગીર ગઢડા તાલુકાના ગીર જંગલમાં આવેલ જસાધાર ચેક પોસ્ટની બાજુમાં 200 વર્ષ જૂનું પૌરાણિક સોનબાઇમાનું મંદિર આવેલ છે. પરંતુ જશાધાર ચેક પોસ્ટથી રસ્તો અને ફોરેસ્ટ વિભાગનો ગેટ બંધ હોવાથી યાત્રાળુને ખુબજ હેરાનગતિ વેઠવી પડે છે. ભાવિક ભકતોને પૌરાણિક સોનબાઈમાના દર્શને આવવા જવામાં તકલીફ પડે છે. આ અંગે અનેક વખત રજૂઆત છતા કોઈ કાર્યવાહી ન કરાતા આજે સરાકડીયા જવાનો ગેટ ખુલ્લો કરવાની માંગ સાથે સરાકડીયા આંદોલન સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે.
સરાકાડિયા આંદોલન સમિતિનાં આગેવાનોએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપ્યું છે. સરાકડીયા આંદોલન સમિતિના હોદેદારો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા આ ગેટ 10 દિવસમાં નહી ખોલવામાં આવે તો ઉપવાસ આંદોલન ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
https://www.facebook.com/abtakmedia/videos/2989839794671270/
સરાકડીયા આંદોલન સમિતિના સાગર ભાઈ ડાભિયા, મનુભાઈ કવાડ, અરજણભાઈ કાછડીયા, હરદેવભાઈ કાગ, નાગભાઈ વાઘ, જુવાનસિંહ પરમાર, પ્રતાપસિંહ પરમાર, લાલભાઈ વાઘ તથા તેમની સાથે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અને નારા લગાવી વિરોધ વ્યકત કર્યો છે.
સાથે જ જસાધાર ચેકપોસ્ટ પર આવેલા માતાજીના મંદિરના ગેટ પર શ્રીફળ અને ચુંદડી સાથે લાવી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે ગેટ ખોલવા બાબતે ચર્ચા કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગેટ ખોલશે કે પછી સરાકડીયા આંદોલન સમિતિના ભક્તોને ઉપવાસ આંદોલન ઉપર બેસવું પડશે..??