દ્વારકાના ન્યુ પત્રકાર એસોસીએશન દ્વારા દ્વારકા નગરપાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર ડુડીયાને રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જતો હોય જેના ત્રાસને કારણે દ્વારકાવાસીઓ તેમજ બહારથી પધારતા ભાવિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોયઆ સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય કરવા માટે આવેદનપત્ર પાઠવી આ સમસ્યાથી યાત્રાળુઓ તેમજ સ્થાનિકોને જાનમાલની નુકસાની થઈ હોવાની અને થઈ રહી હોવાનું જણાવી કાયમી ઉકેલ લાવવા રજુઆત કરી હતી.
આ સાથે પાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ નહીં લવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી. દ્વારકા નગરપાલિકા દ્વારા યોજનાબઘ્ધ રીતે આ સમસ્યાના નિરાકરણની પ્રક્રિયાને આખરી ઓપ અપાયો હોય ટુંકમાં રખડતા પશુઓને પકડવાની કાર્યવાહીનો આરંભ થાય તે અપેક્ષિત છે.