રાજ્યનાં 14 હજાર વીસીઈ 28 દિવસથી હડતાળ પર

આવતી કાલ તા.7 ઓકટોબરથી ફરી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાનું રાજય વીસીઈ મંડળે એલાન કર્યું છે. આજ ગુરુવાર સુધીમાં ઉકેલ નહિ આવે તો આવતી કાલ તા. 7 મીથી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાનું રાજય વીસીઈ મંડળે એલાન કર્યું છે. રાજયની ગ્રામ પંચાયતોમાં કમિશન બેઈઝ પર કામ કરી રહેલા આશરે 14 હજાર કોમ્પ્યુટર ઓપરેટરોનાં પડતર પ્રશ્નો જો બેમુદતી હડતાળ ચાલુ હોવા છતાં સરકારે તેમના પ્રશ્નોનું સરકાર નિરાકરણ લાવી નથી. ગ્રામ્ય સ્તરે મગફળીની ખરીદીની કામગીરીને વેગ આપવા હડતાળનો અંત લાવવા સરકાર પર દબાણ લવાઈ રહ્યું છે.

વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈને વીસીઈ મંડળે વિરોધ કાર્યક્રમો આપ્યાં છે. વિરોધ પ્રદર્શનો બે – ત્રણ દિવસ બંધ રાખ્યા હતા. દરેક જિલ્લા માંથી હજારો વીસીઈ ગાંધીનગર પહોંચ્યા હતા. તેઓ પણ ફરી વતનમાં આવી ગયા હતા પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યુ નથી. દરમિયાન આજે મંડળે જાહેર કર્યુ હતું કે જો સરકાર તા. 6 નાં રોજ અમારી પડતર માગણીઓને લઈ કોઈ યોગ્ય નિર્ણય નહિ લે તો તા. 7 મીથી ફરી દરેક જિલ્લા માંથી વીસીઈ ફરી ગાંધીનગરમાં મોરચો માંડશે અને આંદોલન ઉગ્ર બનાવશે.

દરમિયાન હાલ પંચાયતોનાં ઈ – ગ્રામ કેન્દ્રો મારફત સરકારે મગફળીની ખરીદીની નોંધણીની કામગીરી શરુ કરી છે પરંતુ વીસીઈની હડતાળને કારણે અનેક જિલ્લાઓમાં કામગીરી ખોરવાઈ છે. સ2કારે નોંધણીની મુદત લંબાવી છે પરંતુ હડતાળ સમેટાય જાય તો આ કામગીરીને ગ્રામ્ય સ્તરે વેગ મળશે. આ મુદાને ધ્યાનમાં લઈ સરકાર પર કોમ્પ્યુટર ઓપરેટરોની પડતર માગણીઓ સંતોષવા સરપંચો મારફત દબાણ આવી રહયું છે. હાલ તો આવતી કાલ તા.7 ઓકટોબરથી ફરી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાનું રાજય વીસીઈ મંડળે એલાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.