ન્યાય ન મળે તો તા.૨૩મી લોકસભાની મત ગણતરી પૂર્વે જ આત્મઘાતી હુમલાની ધમકીથી તંત્રમાં દોડધામ
બળાત્કારના ગુનામાં ખોટી રીતે સંડોવ્યાની અને સ્કૂલ રદ થવાના કારણે હિન્દુ આંતકવાદી બનવાની ધમકી
જામનગરના દલિત યુવાને લોકસભાની મત ગતણરી પૂર્વે મત પેટીઓ અને જિલ્લા કલેકટર કચેરી તેમજ જિલ્લા પોલીસ વડાની ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીના કારણે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
બળાત્કારના ગુનામાં અને સ્કૂલ રદ થવાના કારણે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલા ડેનિયલ આનંદરાવ ગવઇ નામના શખ્સ જામનગર લોકસભાની મત પેટીઓ ગણતરી પૂર્વે જ બોમ્બથી ઉડાવવાની તેમજ જિલ્લા કલેકટર કચેરી અને એસપી ઓફિસને આત્મઘાતી હુમલાથી ઉડાવવાની ધમકી દીધી છે. ડેનિયલ આનંદરાવે પોતાના શરીરે ડીટોનેટર બાંધી ફિદાયીદીન હુમલાની તેમજ શરીરે પેટ્રોલ છાંટી જાહેરમાં આત્મવિલોપનની ધમકી ઉચારી છે.ડેનિયલ દ્વારા ઉચારવામાં આવેલી ધમકી પાછળ તેની સામે ત્રણ જેટલી ફોજદારી ફરિયાદ અને તંત્ર દ્વારા તેની સામે રાખવામાં આવતી કિન્નાખોરી જવાબદાર ગણાવવામાં આવી છે. ડેનિયલે પત્ર દ્વારા રાજયના ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરી છે.
ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખને સોશિયલ મીડિયા પર હિન્દુ આતંકવાદી ગણાવતા ખળભળાટ
ગુજરાત હિન્દૂ સેના પ્રમુખ પ્રતીક ભટ્ટને સોશિયલ મીડિયામાં એક શખ્સે હિન્દૂ આતંકવાદી ગણાવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ફેસબુક પર અન્યના ફોટા અને હિંદુ સંગઠનના હોદ્દેદારના ફોટા મૂકી બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પકડાયેલ આતંકવાદીના મોઢા ઢાંકેલા ફોટા પ્રતીક ભટ્ટના નામે વાયરલ
કરાયા છે.હિન્દૂ ધર્મને બદનામ કરતું લખાણ પણ લખ્યું છે. ખ્રિસ્તી આરોપી ડેનિયલ ગવઈ નામના શખ્સે ગુનો આચર્યો છે. આરોપી ગવઇ સામે આઈપીસી કલમ ૨૯૫ક,૪૬૫,૪૬૯,૫૦૦ મુજબ હિન્દુસેના પ્રમુખ પ્રતીક ભટ્ટ ફરિયાદ દાખલ કરી છે. આગાઉ પૂર્વ મંત્રી વશુંબેન ત્રિવેદી , ૪ જજ , ૩ આઈ.પી.એસ ,૧૫૦ ધરાશાસ્ત્રીઓ અને પત્રકારો સહિતના સામે કોર્ટમાં કરી છે. ફરિયાદના પગલે સાયબર સેલ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ.