એપ્રીલ માસનો પગાર વધારા સાથે મળશે: કર્મચારીઓમાં આનંદની લાગણી
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની માંગણીનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. એપ્રીલ માસનો પગાર કર્મચારીઓને વધારા સો મળશે.
આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદના મહામંત્રી બી.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગત ફેબ્રુઆરી ફિકસ પગારના કર્મચારીઓને વેતનમાં વધારાની નીતિનો અમલ કરી દીધો છે.
રાજકોટ મહાપાલિકામાં પણ આની અમલવારી કરવા માટે લાંબા સમયી અલગ અલગ યુનિયન દ્વારા મહાપાલિકાના પદાધિકારી તા અધિકારીઓની રજૂઆત કરવામાં આવતી હતી. આજે યુનિયનના આગેવાન ડી.બી.જાડેજા, દિલીપ ધગત, સુખદેવસિંહ જાડેજા અને નરેશ શાહે કોર્પોરેશનના ચિફ એકાઉન્ટન્ટ અમિત વસજીયાણી તા આસી. મ્યુનિ.કમિશનર જશ્મીન રાઠોડ સો બેઠક યોજી હતી. જેમાં તમામ પ્રશ્ર્નોની વિસંગતતા દૂર કરવામાં આવી છે. અને ફિકસ પગારના કર્મચારીઓને એપ્રીલ માસમાં વધારા સો વેતન ચૂકવવામાં આવશે. આ નિર્ણયી હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓના વર્તમાન વેતનમાં બે ી અઢી ગણો વધારો શે.