રાજકોટમાં મોટાભાગની સ્કુલો ચાલુ પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી
શાળા પંચાલકોની મનમાનીના વિરોધમાં ગુજરાત વાલી મંડળ દ્વારા શાળા બંધનું એલાન આજરોજ આપવામાં આવ્યું હતુ આજે વાલીમંડળના શાળા બંધના એલાન બાદ પણ સૌરાષ્ટ્રમાં ખાનગી શાળાઓ શ‚ રાખવામાં આવી હતી. રાજકોટની પણ બધી જ ખાનગી શાળાઓ કાર્યરત છે. ત્યારે ઘણી ખરી સ્કુલોમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા કેટલાક વાલીઓએ તો સંચાલકો ઉપર તો કેટલાક વાલીઓએ સરકાર ઉપર પૂર્ણ ભરોસો હોવાના નિવેદનો આપ્યા હતા ત્યારે શાળા બંધની એલાનને સફળ થવા સામેશંકા ઉભી થઈ રહી છે.
ગુજરાત પેરેન્ટસક એસોસીએશનના તમામ સંગઠનોનાં આગેવાનોની ગઈકાલે મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરાયા મુજબ સરકાર અને શાળા સંચાલકોને ભર નિંદ્રામાંથી જગાડવા માટે આજરોજ પ્રતિક રૂપે સમગ્ર ગુજરાતની શાળાનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને આ મામલે વાલી વિદ્યાર્થીઓ સ્વયંભૂ રીતે જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી જોકે આજે સવારથી જ રાજયની કેટલીક શાળાઓ રાબેતા મફુજબ ચાલુ રાખવામા આવી છે. અને વિદ્યાર્થીઓ પણ હાજર રહી ખાનગી શાળાના સંચાલકોએ અભ્યાસક્રમ આગળ ધપાવ્યો છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલીઓને શાળા બંધના એલાનમાં નહી જોડાવા અપીલ પણ કરી હતી. આ પ્રસંગે વાલીઓને વિનંતી કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે સરકાર વાલીઓનાં હિતમાં સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે. સરકાર વાલીઓના પડખે ઉભી છે. વાલીઓએ શાળા બંધ જેવા ઉગ્ર કાર્યક્રમોમાં જોડાઈને બાળકોનું શિક્ષણ બગાડવું જોઈએ નહી અત્રે ઉલ્લેખનીય છે કે રાજય વાલી મંડળ દ્વારા નિયમનના મુદે શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે સવારથી જ મોટાભાગની ખાનગી શાળાઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, બરોડા જેવા મોટા શહેરોમાં વાલી મંડળ દ્વારા સ્કુલો બંધ કરાવવામાં આવી હતી. વાલીઓને પણ ઘરે પરત મોકલવામાં આવ્યા હતા ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રભરમાં શાળા બંધના મામલે ફિકકો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં મોટાભાગની ખાનગી સ્કુલો ચાલુ છે. સવારથી જ સ્કુલોમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જોકે દરરોજ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત જોવા મળી હતી.
રાજકોટ વાલી મંડળ સમિતિમાંથી મળતી માહિતી મુજબ રાજકોટની ખાનગી શાળા ચાલુ હોવાથી વાલી મંડળ એકઠુ થયું હતુ અને સ્કુલો બંધ કરવા માટે આગળ થયા હતા પરંતુ હાલની સ્થિતિ જોતા તો લાગી રહ્યું છે કે વાલીમંડળ ખાનગી સ્કુલો બંધ કરાવવા નિષ્ફળ નીવડી છે.