રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓના મહેનતાણામાં વધારા અંગે નાણા વિભાગે તા.૧૬ જુલાઇ ર૦૧૯ ના દિવસ નાયબ સચિવ શૈલેષ વી. પરમારની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે
પરિપત્રમાં જણાવાયું છે કે સરકાર દ્વારા નામ.હાઇકોર્ટના ઉકત ચુકાદાનો સ્વીકાર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને ચુકાદાના પાલન સંદર્ભે નીચે મુજબની સુચનાઓ પરિપત્રીત કરવામાંં આવે છે.
રાજય સરકારની ખાતાના વડા/કચેરીના વડા તેમજ તેમના હેઠળની કચેરીએ ખાતે ફરજો બજાવતા આવા અંશકાલીન કર્મચારીઓ કે જેઓ તા.૧/૧/ર૦૧૯ના રોજ કે ત્યારબાદ ફરજો બજાવતા હોય તેઓને તા.૧/૧/ર૦૧૯ ની અસરથી વર્ગ-૪ ના પગાર ધોરણમાં મળવાપાત્ર લઘુત્તમ પગાર ધ્યાને લઇને તે મુજબ ફિકસ પગાર રૂ.૧૪,૮૦૦/- ચુકવવાનો રહેશે. ઉકત રકમ રૂ.૧૪,૮૦૦/ ફિકસ પગાર તરીકે ગણવાની રહેશે અને તેના ઉપર મોંઘવારી ભથ્થુ કે અન્ય કોઇપણ પ્રકારના ભથ્થા મળવાપાત્ર રહેશે નહી.