ધ્રાગધ્રા શહેર કોગ્રેસ દ્વારા ખેડુતના શોષણ અને ભાવ વધારા મુદ્દે દેખાવ કાયઁક્રમનો ફિયાસ્કો: હુ,તુ અને રતનિયા જેવો માહોલ

 

એક સમય માટે દેશની સૌ પ્રથમ ટોચની રાજકીય પાટીઁ તરીકે ઉભરાઇ આવેલ કોગ્રેસ પક્ષ હાલના સમયમા ભો ભેગી થઇ હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે રાજ્ય સહિત દેશભરમા કોગ્રેસ પક્ષને તળીયા જાટક કરવા ભારતીય જનતા પાટીઁ સફળ રહી હોય તેવુ પણ લાગી રહ્યુ છે.

કારણ કે કોગ્રેસ પક્ષના કોઇપણ કાયઁક્રમમા પોતાના જ પક્ષના કાયઁકરો અને આગેવાનોની પાખી હાજરી પક્ષ પ્રત્યેની ચાહના સ્પષ્ટપણે દશાઁવી રહી છે તેવામા સરકારને આડે હાથે લેવા માટે અને લોકસભાની ચુટણી નજદીક આવતા ફરીથી લોકોના દીલમા જગ્યા બનાવવા માટે ગુજરાત પ્રદેશ કોગ્રેસ દ્વારા ખેડુતો પ્રત્યેની સરકારની શોષણ વૃતિ તથા દરેક ચીજોમા ભાવ વધારાને લઇને સરકાર વિરુધ્ધ પ્રદઁશનનો કાયઁક્રમ યોજવામા આવ્યો હતો.

પરંતુ ધ્રાગધ્રા શહેર કોગ્રેસ દ્વારા યોજવામા આવેલ આ સરકાર વિરોધ્ધ પ્રદઁશનના કાયઁક્રમમા ગણ્યા ગાઠ્યા કાયઁકતાઁઓએ હાજરી આપતા કોગ્રેસ પક્ષના સરેઆમ ધજાગરા ઉઠ્યા હતા જેમા ધારાસભ્ય સહિત માત્ર ગણ્યા-ગાઠ્યા ધ્રાગધ્રા પંથકમાથી કોગ્રેસ પક્ષના કુલ 15 કાયઁકતાઁઓ સિવાય એકપણ સામાન્ય પ્રજા જોડાઇ ન હતી જેથી માત્ર કોગ્રેસના કાયઁકરોને જ ભાવ વધારો નડતો હોય તેવુ જણાઇ આવ્યુ હતુ.

જ્યારે રાજ્યવ્યાપી આજના આ કોગ્રેસ દ્વારા પ્રદઁશનમા લોકોની પાંખી હાજરી દેખાતા અંતે પ્રદઁશનનો રાજ્યવ્યાપી કાયઁક્રમને ધ્રાગધ્રા શહેરમા મોકુફ રાખી માત્ર આવેદનપત્રથી કામચાલાઉ કાયઁક્રમ યોજ્યો હતો જ્યારે અગામી સમયમા કોગ્રેસની હાલત સ્પષ્ટપણે નજરે પડી રહી છે જોકે છેલ્લા કેટલાક સમયથી ધ્રાગધ્રાના ધારાસભ્યની સામે પણ પોતાના જ કોગ્રેસી હોદ્દેદારોનો વિરોધ્ધ થઇ રહ્યો છે ત્યારે કેટલાક ધ્રાગધ્રા યુથ કોગ્રેસના યુવા કાયઁકતાઁઓએ તો ધારાસભ્ય વિરુધ્ધ મોરચો જ ખોલી દીધો હતો આ દરેક બાબતની નોંધ કોગ્રેસ પક્ષને ખુબજ અસરકારક રીતે નડતર થઇ રહી છે જેથી આજના પ્રદઁશનમા ગણ્યા-ગાઠ્યા લોકો લઇ સરકાર વિરોધ્ધ પ્રદઁશન કરતા ધ્રાગધ્રા શહેર કોગ્રેસનો ફિયાસ્કો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.