નાના ધંધાર્થીઓમાં હિંમત આપી ફરિયાદો નોંધાવવાનું શરૂ
ગુજરાત રાજયના ડી.જી.ઓએ સમગ્ર રાજયમાં વ્યાજંકવાદ વિરુધ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઇવ રાખેલ જે અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તથા ડી.સી.પી. ઝોન -1 તથા રાજકોટ શહેર પૂર્વ વિભાગના એ.સી.પી.ની સુચનાથી રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલ લોકોને મદદ કરી વ્યાજંકવાદ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ ઇન્સપેકટર તથા પોલીસ સબ ઇન્સપેકટર પોલીસ સ્ટાફનો ઉપયોગ કરી થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ચુનારાવાડ , લાખાજીરાજ શાર્કમાર્કેટ તથા સંતકબીર રોડ વિસ્તારોમા આવેલ લારી – ગલ્લા ના નાના વેપારીઓ તેમજ કરીયાણા તેમજ સીઝન સ્ટોરના નાના વેપારીઓને રૂબરૂ મળી વ્યાજના ધંધાર્થીઓ વિરુધ્ધ ફરીયાદ આપવા સમજાવેલ .
લારી ગલ્લા તથા નાના ગરીબ ફેરીયાઓ અને કરીયાણા ની નાની દુકાનો ચલાવતા 280 જેટલા નાના વેપારીઓને રૂબરૂ મળી શોષણખોર વ્યાજવટાવ ના ધંધા સાથે સંકળાયેલ ઇસમો વિરુધ્ધ નિર્ભયપણે ફરીયાદ આપવા સમજાવી અને હિંમત આપેલ.
આ ઝુંબેશના પરિણામ સ્વરૂપે વ્યાજખોરોનો ભોગ બનેલા ગરીબ લારી- ગલ્લાવાળા વ્યકિતઓ નિર્ભીક બની પાંચ ગુન્ંહાઓદાખલ કરવામાં આવેલ છે.