લુપ્ત દરિયાઈ સરીસૃપ ઇક્થિઓસૉરનાં 152 મિલિયન વર્ષ એટલે કે 15 કરોડ વીસ લાખ વર્ષ જૂનાં અશ્મિ કચ્છના રણમાથી પ્રથમ વખત મળી આવ્યા છે. આ અશ્મિ આજથી 6 કરોડ વર્ષો પહેલાંના મેસોઝોઇક કાળનાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાડા પાંચ મીટરનું આ અશ્મિ લગભગ પૂર્ણ રૂપમાં છે. માત્ર ખોપરી અને પૂંછના હાડકાંના કેટલાક ભાગ નથી. આ પ્રકારનાં અશ્મિ ભારતમાં પ્રથમ વખત મળ્યા. નવા મળેલાં અશ્મિને ઓફ્થાલ્મોરસૉરસ સાથે સરખાવી શકાય છે. ઓફ્થાલ્મોરસૉરસ એ ઇક્થિઓસૉરની પ્રજાતિ છે જે નવ કરોડ વર્ષ પહેલાં દરિયામાં વસવાટ કરતી હતી. ઇક્થિઓસૉર ત્યારે ડાયનાસોર પહેલાજ લુપ્ત થઈ ગયા હતા. ઘણી વખત તેમને ‘તરતાં ડાઇનોસૉર’ તરીકે ખોટી રીતે ઓળખવામાં આવે છે. આ અશ્મિ મળવાથી એ જાણી શકાશે કે 15 કરોડ વર્ષ પહેલાં ભારત અને દક્ષિણ અમેરિકા વચ્ચે કોઈ દરિયાઈ જોડાણ હતું કે નહીં.
કચ્છનાં રણમાં પ્રથમ વખત મળ્યા ઇક્થિઓસૉરના અશ્મિ
Previous ArticleH-1B અને L-1 જેવા નોન-ઈમિગ્રન્ટ વિઝાનું રિન્યૂઅલ મુશ્કેલ
Next Article નવાઝ શરિફ સામે નિકળ્યું ધરપકડ વોરંટ…