દિવાળી-હોળી-જન્માષ્ટમી-સંક્રાંતિ જેવા તહેવારો આપણાં જીવનને ધબકતા રાખતા. અત્યારે પહેલા જેવી ઉજવણી ભૂલાતી જાય છે.
આપણું જીવન આપણાં તહેવારો થકી મહેકતું હતું. એ વખતે શાળાઓમાં એક દિવસ અગાઉ ઉજવણીનો મહોલ જામતો. ટીચર આપણને તહેવારનું મહત્વ સમજાવતા ને ઘણી બધી વાતો કરીને આપણાં ‘જનરલ નોલેજ’માં વધારો કરતાં.
એ જમાનાં તહેવારોની તૈયારીઓમાં મહિનો નિકળી જતો. આયોજન, વસ્તુ કલેકશન સાથે વિવિધ તૈયારીઓ કરતાં તેમાં મિત્રો, પરીવાર, ભાઇ-ભાડું બધાજ મદદ કરતાં. સૌથી મહત્વની બાબત તહેવાર નજીક આવે એટલે મા-બાપ નવા કપડાં લઇ દેતા એની એ ખુશી કરોડો પિયાનો આનંદ આપતાં તહેવારની તૈયારીમાં રાત ઉજાગરાને જાગરણમાં મહિલાવુંદ સાથે પુષોપણ ચોકમાં થાંભલાની લાઇટે વાતોનાં ગપાટા મારતાને લેડીઝ ગ્રુપ એકશેરીમાં થી બીજી શેરીમાં આંટો મારવા જતાં સૌ સાથે મળીને ઉજવણી કરતાં તહેવારોની મઝા કંઇક ઔર જ હતી. શેરીનાં મેઇનરોડ થી નિકળતા ‘તાજીયા’ પણ જોવા જતાં.
સાતમ આઠમનાં જમાષ્ટમી તહેવારોમાં તો શાળાઓમાં રજાનું વીક આખુ હોય ને રાંધળ છઠ્ઠ કે નાની સાતમથી ઘરમાં ગાંઠીયા, પૂરી, ચેવડો, લાડવા જેવા વ્યંજનો બનતા. બા બનાવતી હોય અને નાના બાળકો ટોળેવળીને બેસતાં બધુ જ જોતા વાતો કરતાં તો સાથે સાથ બાને મદદ પણ કરતાં શિતળાસાતમે ‘કુલર’ની પ્રસાદીને શિળતા માતાનાં મંદિરે મા-બાપ દર્શન કરવા લઇ જાય. ત્યાં નાનકડો મેળો હોય એ વખતે તો માત્ર લાકડાના રમકડા આવતાં તે લઇ દેતા. કેવા સાચવતા રમકડા, મિત્રોને બતાવતા ને શેરીમાં ફેરવીને પોતાનો માભો પાડતા. મોટા મેળામાં જવાનો સમય નકકી અગાઉ જ થઇ જાય. રાત્રે બધા ભેગા બેઠા હોય ત્યારે પ્લનીંગ બને. દાદા-દાદી, મામા-મામી, કાકા-કાકી, ભાઇ-ભાભી આડોશ પાડોશનાં પરીવારોનું વિશાળ ગ્રુપ મોટા મેળામાં જાયને ચોકબાર ખાય, ઊંચા ફજર, હૂળકામાં બેસીને નીચે સાવનાનકડા માનવી જોતા. મેળાની ર્ગીર્દી હોઇ ખોવાય ન જાય તે માટે એક બીજાનાં હાથ પકડતા.
આઠમે કૃષ્ણ ભગવાની શોભાયાત્રા, ઝલેજુલાવેને મોડી રાત સુધી મોજ મઝા કરતાં. રક્ષાબંદનનો તહેવારે તો ભાઇ-બેનનાં હાથે રાખડી બંધાવે ને એક હાથમાં રાખડીનો ઢગલો થઇ જતો. મિત્રોને બતાવતાતો ‘પિયાની’ની નોટ વાળી રાખડી તો શ્રીમંતની શોભા સમતી હતી. એ વખતે સ્ટાન્ડર્ડ પીણાનું ચલણ એટલું બધુ ન હતું, લોકલ સોડા, લેમન જ પીતા, શ્રીખંડ પણ માણસો ઘરે બનાવતા હતા. હોળીમાં બેચાર દિવસ અગાઉ છાણા-ચોરીને શેરીનાં ચોકમાં વિશાળ હોળી પ્રગટાવતા મોડી રાત્રે તેના પર જમ્પ લગાવીને શરત લગાવતા નાળીયેરનો ઘા કે કેનો દૂર જાય છે એવી વિવિધ રમતો ભાઇબંધની ટોળી રમતી હતી.
સંક્રાતે પતંગ ઉડાડવા કરતાં લુંટવાની મોજ પડી જતી બોર, ચીકી, અડદીયા, વિગેરે ટેસ્ટી નાસ્તાથી પેટ ભરાતું પણ બાર વાગ્યે જમવાની થાળીનો બોલ અચુક આવી જતો. હાથે દોરો પાતા-પતંગના કાના બાંધતા બધુ જ એક-મેકનાં સથવારે કયારે થઇ જતું તે ખબર જ ના પડે. ટુંકા પગારે પણ માનવી મો… ટો… આનંદ માણતો.દિવાળીનાં તહેવારોની માણસો કાગ ડોળે રાહ જોતા. ચોપડા પૂજન ને ફટકાડા ફોડવાની સાથે રંગ-બેરંગી નવા-નવા કપડાં મા સજજ બાળથી મોટેરા અગિયારસ, વાઘબારસ-ઘનતેરસને કાળી ચૌદસનાં વિવિધ તહેવારોની મોડી રાત સુધી મજા માળતા એ તહેવારો લોકોનાં ઉત્સાહ ઉજવાતા. વહેલી સવારે દિવાળી એ લે… લો… સબરસ સાયકની ટોકરી વગાડતો નીકળે ને આપણી ઊંધ ઉડી જતી હતી. આંગણાની શોભા સમી ‘રંગોબીઓ’મા-બાપ, બેન ભાભી વિગેરે બનાવતા. સામે ઉભ રહીને કલાકો કયાં ઓગળી જતા તેની ખબર જ ના પડે. આપણું જીવન જ તહેવાર હતું ને તહેવારોનાં ઉત્સાહ-ઉમંગ આપણે જીવન જીવતાં શીવરાત્રી, એવરત, જીવન, જયા-પાર્વતી જેવા વિવિધ નાનકડા તહેવારોમાં પણ આનંદોત્સવ છવળો અંતકડી રમતાં રમતાં ઘણુ શીખવા ને રેડિયો સાંભળતા ગીતો શીખતા આપણને તહેવારો તથા તેની ઉજવણી ગમતી કારણે કે આપણે સાચુ જીવન જીવતાં, કોઇ ટ્રેસ હતુ જ નહી. આનંદ એટલે આનંદ ાા
માના ગામડાં હોય કે અવેખનનાં નાના શહેરો તેના પ્રત્યેક નગરજનો ભરપૂર આનંદ તહેવારની ઉજવણીમાં માણતાં. આજે તો આંનદ ખોવાય ગયો ને બધી જ વાર્તા પૂરી થઇ ગઇ છે. સિમેન્ટનાં જંગલોમાં કેવી ઉજવણી આપણાં તહેવારોની કરીએ છીએ એ આપણુ મન જાણે છે. એ વખતે પરિવાર સાથે સમુહમાં ફરવા જઇએ ત્યારે ઘરેથી જ પુષ્કળ જમવાનું નાસ્તો લઇને જતાં ને મઝા કરતાં રમતાં-કૂંદતા પડતા-આખળતા પણ ‘આનંદ’ મનોરંજન અચુક મેળવવા હતા. ભાઇ-બીજનો બેનને ઘેર જમણ કે વેકેશનમાં ‘મામા ના ઘરનો પ્રવાસ દુનિયાના બધા સુખો આપી જતું. એ વખતની આપણાં ઘરની સત્યનારાયણ કથા લગ્નથી પણ વિશેષ મહત્વ ધરાવતું હતું. આંગણે ભીક્ષુક આવે ટપાલી-શેરીમાં મદારી આવે તો તેને પણ પાણીનું પૂછતા. એટલે જ મદદ-પ્રેમભાવ ભાઇચારો-લાગણી-પ્રેમ-હુફ-વિશ્ર્વાસ જેવા ગુણો આપણામાં ભરપૂર ખીલી ઉઠયા છે.
આજે બધુ જ લુપ્ત થયું છે,
ત્યારે દંભી દુનિયા વચ્ચે આપણે એ સુર્વણ યાદો ને વાગોળીને જીવન પસાર કરીએ છીએ…
“આપણા તહેવારોની આવી ફરી ઉજવણી કયારે થશે… એ પ્રશ્ર્નો જવાબ કદાય કયારેય નથી મળવાનો.