જ્યારે ત્યારીઓ ચાલે તડામાર ,

ઘડિયો ગણાય વારમ વાર

જ્યારે ખૂલું મેદાન ખીલે ,

માનવ મેહરામણ સંગાથ

અજાણ્યા બને પોતાના મિત્રો

એક સરનામે મળે સગા સબંધીઓ

જાણતા-અજાણતા લોકો ખોવાય અહી વિચારોમાં

જાણતા -અજાણતા સમય સરકતો જાય અહી આનંદમાં

ક્યાક છે મફત, તો ક્યાક છે ટિકિટ

ક્યાક રમાય  છે દોડ પકડ,

તો ક્યાક દેખાય  છે ચુસ્ત બંદોબસ્ત

ક્યાક સંભળાય લોકોનો કલબલાટ

તો ક્યાક થાય પ્રેમનો ઈજહાર

ક્યાક પૂછાય સવાલો

તો ક્યાક મળે જવાબો

ક્યાક વાગે ગીતો અવનવા

તો ક્યાક દેખાય કળાનું પ્રદર્શન

ક્યાક સમજાય પરિવારનું મૂલ્ય

તો ક્યાક ઓળખાય લોકોમાં નવી વેશભૂષા

મળે સૌને  જ્યાં મનોરંજનના  અનેક  વિકલ્પો

અથડાતાં-ભટકાતાં ચાલે  ત્યાં લોકો

વાનગીઓ અને ચટાકાની  મેહફિલ જામે ત્યાં

નાના-મોટા સૌ જોડાય જ્યાં

વેપારીઓ– ખરિદારો સાથે ભેગા ત્યાં

ખરીદી– વેચાણ થાય અઢળક જ્યાં

ફોટાઓ પડે એક-અનેક ત્યાં

થાય તહેવારની સાચી ઉજવણી ત્યાં

ભેદભાવની નથી કોઈ પરિભાષા જ્યાં

લોકો મળી સાથે કરે તહેવારની ઉજવણી જ્યાં

દર વર્ષે અપાય જેને  નવું નામ

ઉમંગ ઉત્સાહનો છે સમન્વય જ્યાં

બેસવું છે અહિયાં, જાવું છે ત્યાં

કારણ,

આવ્યો છે તહેવાર  , લાવ્યો છે મેળો.

7537d2f3 4

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.