બંને ટ્રેનોનું બૂકિંગ કાલથી શરૂ થશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા આગામી દિવસોમાં મુસાફરોની સુવિધા જળવાઈ રહે તે માટે ઓખા અર્નાકુલમ અને ઓખા રામેશ્ર્વર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફે આ ફેસ્ટીવલ ટ્રેનો વિશે માહિતી આપી હતી. ઓખા-અર્નાકુલમ દ્વિસાપ્તાહિક સ્પેશિયલ ૧૪ ડિસેમ્બર સોમવારથી લઈને ૨ જાન્યુઆરી વચ્ચે દરેક સોમવાર અને શનિવારે ઓખાથી સવારે ૬.૪૫ વાગ્યે રવાના થશે. અને એજ દિવસે સવારે ૧૧ વાગ્યે રાજકોટ તથા બીજા દિવસે રાત્રે ૧૧.૫૫ના અર્નાકુલમ પહોચશે વળતા અર્નાકુલમ-ઓખા સ્પેશિયલ ૧૧ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન દર બુધવારે અને શુક્રવારે અર્નાકુલમથી રાત્રે ૮.૨૫ વાગ્યે રવાના થઈને રાજકોટ ત્રીજા દિવસે સવારે ૧૧.૧૯ વાગ્યે અને સાંજે ૪.૪૦ વાગ્યે પહોચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, નવસારી, વલસાડ, બોઈસર, વસઈ રોડ, ભિવાની રોડ, પાનવેલ, મનગાંવ, રત્નાગિરી, કંકાવલી, થિવિમ, મડગામ, કરવાર, હોન્નાવર, ભટકલ, બેન્દુર કુંદાપુરા, ઉડ્ડુપી, સુરથકલ, મેંગલોર, કાસર ગોડ, કાન્હનગાડ, પય્યનુર, કન્નૂર, તેલ્લિચેરી, વડકરા, કોયલાંડિ, કોજીકોડ, પરપન્નગાડી, તિરૂર, કુટ્ટીપુરમ, પટ્ટામ્બી, શેરનૂર, થ્રિસુર, અને આલુવા સ્ટેશનો પર રોકાશે એજ રીતે કન્નાપૂરમ અને ફેરોક સ્ટેશનો પર પણ ઉભી રહેશે. આ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર અને દ્વિતીય શ્રેણીના સીટિંગ કોચ ઉપલબ્ધ કરાયા છે.

ઓખા-રામેશ્ર્વરમ ફેસ્ટીવલ સાપ્તાહિક સ્પેશિયલ ૧૫ ડિસેમ્બરથી લઈને ૨૯ ડિસે. વચ્ચે દર મંગળવારે ઓખાથી સવારે ૮.૪૦ રવાના થશે, એજ દિવસે બપોરે ૧ વાગ્યે રાજકોટ પહોચશે અને રામેશ્ર્વરમ ત્રીજા દિવસે સાંજે ૭.૧૫ વાગ્યે પહોચશે. વળતા રામેશ્ર્વરમ-ઓખા ફેસ્ટીવલ સ્પે. ૧૧ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર વચ્ચે દર શુક્રવારે રામેશ્ર્વરમથી રાત્રે ૯.૧૦ વાગ્યે રવાના થઈને રાજકોટ ચોથા દિવસે સવારે ૫.૧૫ વાગ્યે અને ઓખા સવારે ૧૦.૨૦ કલાકે પહોચશે. રસ્તામાં બંને દિશાઓમા આ ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, મનમાડ, નાગરસોલ, ઔરંગાબાદ, જાલના, પરભણી, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, નિઝામાબાદ કામારેડ્ડી, કાચીઝડા, મહબુબનગર, કરનુલસીટી, દોનાચલમ, ર્યરાગુટલા, કુડપ્પા, રેનિગુંટા, તિરૂપતિ, કાટપાડી, જાલાર પેટ્ટાઈ, સેલમ, નમકકલ, કરૂર, ડિંડુગલ, મદુરાઈ, મનમાદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, અને મંડપમ સ્ટેશનો પર થંભશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી. સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર અને દ્વિતિય શ્રેણીના સીટીંગ કોચ રહેશે. ઓખા અર્નાકુલમ અને ઓખા રામેશ્ર્વરમ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું બુકીંગ આવતીકાલથી નકકી કરવામાં આવેલા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પરથી કરી શકાશે. આ બંને ટ્રેનો સંપૂર્ણ રીઝર્વેટેડ રહેશે તેવું પશ્ર્ચિમ રેલવેની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.