આ વર્ષે આ સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમાંથી પશ્ચિમ રેલવે 86 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 1,382 ટ્રીપ્સ ચલાવી રહી છે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વધુ છે.
મળતી માહિતી મુજબ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠના તહેવારોમાં લાખો મુસાફરો મુસાફરી કરે છે. તેમજ મુસાફરોની ભીડને સરળ અને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે રેલવેએ આ વર્ષે પણ વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે. આ સાથે બે મહિનાના સમયગાળા દરમિયાન આ વિશેષ ટ્રેનો અંદાજે 6000 ટ્રીપ કરશે અને બહોળી સંખ્યામાં મુસાફરોને તેમના સ્થાને પહોંચાડવામાં આવશે.
આ સાથે ગયા વર્ષે પણ ભારતીય રેલવે દ્વારા બહોળી સંખ્યામાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને આ ટ્રેનોએ કુલ 4,429 ટ્રીપ કરી હતી, જેના દ્વારા લાખો મુસાફરોને આરામદાયક મુસાફરીની સુવિધા મળી હતી. તેમજ સ્વાભાવિક છે કે દર વર્ષે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાના અવસર પર દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જાય છે. તેમજ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે, આ તહેવારો માત્ર ધાર્મિક મહત્વ જ નથી રાખતા પરંતુ પરિવારોને મળવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.
તેમજ દર વર્ષે તહેવારોમાં મુસાફરોના ધસારાને કારણે મોટાભાગની ટ્રેનોમાં ટિકિટ 2-3 મહિના અગાઉથી વેઇટિંગ લિસ્ટમાં આવી જાય છે. આ સાથે તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ તહેવારોના અવસરે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
આ વર્ષે પશ્ચિમ રેલવેએ 86 વિશેષ ટ્રેનોને સૂચિત કરી છે, જે 1,380 થી વધુ ટ્રિપ્સ કરશે. તેમજ ગયા વર્ષની સરખામણીમાં પશ્ચિમ રેલવેએ તહેવારોની સિઝન દરમિયાન મુસાફરીની વધતી માંગને પહોંચી વળવા માટે 21 વધુ ટ્રેનો ઉમેરી છે અને અંદાજે 270 વધારાની ટ્રિપ્સ વધારી છે. આ સાથે ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત, ઉત્તર પૂર્વ વગેરે સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. તેમજ પશ્ચિમ રેલવે મુંબઈથી દેશના વિવિધ સ્થળો માટે 14 જોડી વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.
મુસાફરોની વિશાળ માંગને પહોંચી વળવા માટે, સુરત/ઉધનાથી 8 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 20 વિશેષ ટ્રેનો સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. આ જ રીતે ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરેથી અને મધ્યપ્રદેશના ઈન્દોર, ડો. આંબેડકર નગર અને ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.