હોલિકા દહન નિમિત્તે કેસોની સંખ્યામાં અંદાજીત 5%નો વધારો
ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત 108 ઇમરજન્સી સેવાઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ હોળી અને ધુળેટી પર કટોકટીમાં અનુક્રમે 5% અને 21% ઉછાળો નોંધાયો છે તેવું અધિકારીઓએ ગુરુવારે સત્તાવાર રીતે જણાવ્યું હતું.
ધુળેટીના દિવસે ગુજરાતમાં કુલ 4411 ફોન કોલ્સ નોંધાયા છે જે સામાન્ય દિવસની સાપેક્ષે રાજ્યમાં 3624 હતી.
નોન-વ્હીકલ ટ્રોમામાં 113% વધારો અને વાહનોના આઘાતમાં 90% વધારો નોંધાયો છે. વાહન સિવાયના આઘાતમાં શારીરિક હુમલો, ડૂબવું, સળગવું, છરાના ઘા અને ઈલેક્ટ્રિકયુશનનો સમાવેશ થાય છે.
વાહનોના આઘાતમાં અધિકારીઓએ સૌથી વધુ દ્વિચક્રી વાહનોને સંડોવતા અકસ્માતો નોંધ્યા હતા, ત્યારબાદ કાર અને થ્રી-વ્હીલરનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેર – જિલ્લામાં ધુળેટી પર્વે 108ની કામગીરીમાં 14.58%નો વધારો
રાજકોટ શહેર અને જિલ્લામાં હોળી અને ધુળેટી પર્વ નિમિતે 108ને કરવામાં આવેલા કોલ્સની આંકડાકીય વિગતો ધ્યાનમાં લેવામાં આવે તો સામાન્ય દિવસોમાં અંદાજીત સરેરાશ 189 જેટલા કેસ નોંધાતા હોય છે જેની સાપેક્ષે હોળીના દિવસે 1.94%ના વધારા સાથે આંકડો 193એ પહોંચ્યો હતો જ્યારે ધુળેટી પર્વ નિમિત્તે કેસોની સંખ્યામાં 14.58%ના ઉછાળા સાથે આંકડો 255ને આંબી ગયો હતો.