હિન્દુઓના નવા વર્ષની શરૂઆતમાં દેવ દિવાળીઓ તહેવારથી કરવામાં આવે છે. દેવ દીવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે દિવાળીના 15માં દિવસ પછી ઉજવાય છે. દેવ દિવાળીનો તહેવાર પૌરાણિક કથાઓ ઉપરથી ઉજવાય છે . તો આપણે જાણીએ કથા છે જેના દ્વારા દેવદિવાળીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
પૌરાણિક કથાઓ
દેવદિવાળીના દિવસે જો કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરીને ૭૨૦ દીવા કરે તો તે વ્યક્તિ બધા જ પાપોમાંથી મુક્તિ પામે છે. પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ આ દીપ પ્રાગટ્ય કરશે તો તેના દર્શન થકી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે.દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે!
દેવદિવાળી’ની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ નવા વર્ષની શરૂઆત થાય છે.
ત્રિપુર નામના રાક્ષસ છે ખૂબ તપસ્યા કરી હતી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. તેને સંમોહિત કરવા માટે દેવોએ અપ્સરા અને પણ મોકલી હતી પરંતુ તે કોઈપણ પ્રવૃત્તિથી આકર્ષાયા વગર ઉગ્ર તપ કરતો રહ્યો. છેવટે બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને કહ્યું કે તારે શું વરદાન જોઈએ છીએ ત્યારે ત્રિપુર નામના રાક્ષસે અમરત્વ માંગ્યું બ્રહ્માજીએ કહ્યું કે ,’ હે પુત્ર મારું પણ મૃત્યુ નિશ્ચિત છે તો અન્ય વિશે વાત કરવી ,જેમણે માનવ શરીર ધારણ કર્યું છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે.’ પછી બ્રહ્માજીએ કહ્યું કે તું કોઈક બીજું વરદાન માંગ ત્યારે ત્રિપુર નામના રાક્ષસે કહ્યું કે કોઈ વ્યક્તિ દેવ-દાનવ સ્ત્રીઓ કે કોઈ રોગથી મારું મૃત્યુ થાય નહીં. બ્રહ્માજીએ તથાસ્તુ કહીને સત્યલોક ગયા.
ત્રિપુર રાક્ષસને આ વરદાન મળતાં જ તેણે ખુબ જ તબાહી મચાવી હતી પોતાના રાક્ષસો સાથે મળીને તે લોકો પર ત્રાસ કરતો હતો તેણે ત્રિપુર નામના ત્રણ વિમાનો બનાવ્યા હતા જેમાંથી તે એક પૂરમાં પાતાળમાં એકથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વીલોકમાં જોઈ શકતો હતો. દેવો ત્રિપુરા રાક્ષસ થી ત્રસ્ત થઈને શિવજીની શરણે ગયા અને નારદમુનિની માયાથી ત્રિપુર એ શિવજી પર આક્રમણ કર્યું અને શિવજી દ્વારા તેમના બાણથી તેમની મૃત્યુ થયુ. આ કાર્ય કાર્તિકી પૂર્ણિમાના રોજ થયું હતું એટલે સર્વ દેવો પ્રસન્ન થયા હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને ‘દેવદિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે અથવા તહેવારને ત્રિપુરા પૂર્ણિમા સ્નન તરીકે પણ મનાવવામાં આવે છે.
ગંગા નદીના રિવરફ્રન્ટ પર બધા જ પગથીયાઓ ને દીપથી શોભિત કરવામાં આવે છે ગંગા નદી પર દેવ દિવાળી ઉજવવાની પરંપરા ૧૯૮૫માં શરૂ કરવામાં આવી હતી .આ દિવસે એવું પણ માનવામાં આવે છે કે દેવો ગંગા નદી પર સ્નાન કરવા ઉતર્યા હતા .
દેવ દીપાવલી દરમિયાન, ઘરોને તેના આગળના દરવાજા પર તેલના દીવા અને રંગીન ડિઝાઇનથી સજાવવામાં આવે છે. રાત્રે ફટાકડા સળગાવવામાં આવે છે અને ઘરની બહાર લેમ્પ્સ મૂકવામાં આવે છે. લોકો દેવદિવાળીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવે છે.
શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે.