રેલનગર અને મોરબી રોડ બ્રિજના લોકાર્પણ માટે રૂ.૨૧.૮૭ લાખ, માં નર્મદા મહોત્સવ રયાત્રા માટે રૂ.૧૫.૬૬ લાખ, ૧૫મી ઓગષ્ટની ઉજવણી માટે રૂ.૭.૫૩ લાખ અને આજી ડેમમાં નર્મદા નીરના વધામણા અને હેકાોન લોન્ચીંગ સહિતના કાર્યક્રમો માટે યેલો રૂ.૫૮.૧૭ લાખના ખર્ચેને સ્ટેન્ડિંગની બહાલી
ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની બની ગયેલી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ શહેરીજનોના પરસેવાની કમાણી બેફામ હદે લૂંટાવી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં અલગ અલગ કાર્યક્રમોના લોકાર્પણ અને ઉજવણી પાછળ મહાપાલિકાનીએ કરોડો ‚પિયા ખર્ચી નાખ્યા છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં કાર્યક્રમોના લોકાર્પણ અને ઉજવણી માટે યેલા ૧.૪૫ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આજે સ્ટેન્ડિંગમાં તમામ ૩૭ દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. અને રૂ.૪૭.૩૪ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ તા.૧૯/૪/૨૦૧૭ના રોજ રેલનગર ઓવરબ્રિજ લોકાર્પણ અને તા.૯/૬/૨૦૧૭ના રોજ મોરબી રોડ ઓવરબ્રિજ લોકાર્પણ કાર્યક્રમમાં યેલો રૂ.૨૧,૮૭,૩૯૦નો ખર્ચ, માં નર્મદા મહોત્સવ રયાત્રા તા.૬/૯/૨૦૧૭થી તા.૧૫/૯/૨૦૧૭ સુધીના કાર્યક્રમોમાં યેલો રૂ.૫૭,૭૯,૪૮૬, ૧૫મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્ર પર્વે યોજાયેલા કાર્યક્રમમાં યેલો રૂ.૭,૫૩,૫૫૬ અને તા.૨૯/૭/૨૦૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી જળાશયમાં નર્મદા નીરના વધામણા તા લીંક-૩ના તબકકા એકનું, જળાશયની ક્ષમતા વર્ધન, સલામતીકરઈ એકસપ્રેસ ફીડર લાઈનનું લોકાર્પણ અને હેકાોન-૨૦૧૭ના લોન્ચીંગ માટે યેલા ‚ા.૫૮,૧૭,૯૧૯નો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
દરમિયાન ૧ વર્ષ પૂર્વે યેલા અલગ અલગ કાર્યક્રમો માટેનો રૂ.૧,૪૫,૩૮,૩૫૧ના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીના બેઠકમાં તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી અને ‚ા.૪૭,૩૪,૭૨,૪૦૨ના વિકાસ કામો મંજૂર કરાયા હતા. નાના મવા ટીપી સ્કીમ નં.૩ના શોપીંગ સેન્ટરના અંતિમ ખંડ નં.૪ની જમીન હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડને વેંચાણી આપવા રૂ.૧૦ કરોડની આવક વા પામી છે.
ખર્ચ અને આવકના ટાંગામેળ કરવા પ્રદ્યમન પાર્કની એન્ટ્રી ટિકિટના દરમાં વધારો મંજૂર
આવક અને જાવકના ટાંગામેળ કરવા માટે પ્રધ્યુમન પાર્કમાં સહેલાણીઓ માટેની એન્ટ્રી ટિકિટમાં ૨૫ ટકાનો તોતીંગ વધારો કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમીટીના દ્વારા મંજૂર કરવામાં આવી છે. પ્રધ્યુમન પાર્કમાં વસવાટ કરતા ખોરાક આપવા તા સ્ટાફના પગાર સહિતનો વાર્ષિક ખર્ચ રૂ.૧.૪૦ કરોડ જેવો વા પામે છે. જેની સામે સહેલાણીઓ પાસેી ટિકિટ પેટે ‚ા.૧.૩૦ કરોડની આવક વા પામે છે. આવક અને જાવકમાં મોટું અંતર ન હોવા છતાં સહેલાણીઓ માટે એન્ટ્રી ટિકિટના દરમાં વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટા માટે હયાત ટિકિટનો દર જે ૨૦ ‚પિયા છે તેને વધારી રૂ.૨૫ કરવા સુચવ્યું હતું. સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આજે આ વધારો મંજૂર કરવામાં આવતા સહેલાણીઓ પર ૨૫ ટકાનો બોજ પડયો છે.
સ્ટેન્ડિંગમાં ‚ા.૪૭.૩૪ કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સને આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની તમામ ૩૭ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને ‚ા.૪૭.૩૪ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. શહેરની અલગ અલગ સોસાયટીઓમાં પેવીંગ બ્લોક નાંખવા માટે રૂ.૧.૩૦ કરોડ, અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી અને લોકાર્પણ પાછળ યેલો રૂ.૧.૪૫ કરોડ, ીમ પાર્ક બનાવવા માટે રૂ.૮૦.૮૯ લાખ, આવાસ યોજના માટે રૂ.૪૦.૨૪ લાખ, કોમ્પ્યુટરની ખરીદી માટે ‚ા.૨૪.૪૬ લાખ, વોટર વર્કસના કામો માટે રૂ.૩.૦૫ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. દરમિયાન જમીન વેંચાણી મહાપાલિકાને ‚ા.૧૦ કરોડ અને દુકાનના વેંચાણી મહાપાલિકાના રૂ.૩૩ લાખની આવક શે.
વેસ્ટ ઝોનના ૩ ફિલ્ટર પ્લાન્ટ, ૩ પમ્પીંગ સ્ટેશન અને ૧ સ્વીમીંગ પુલમાં કલોરીન લીકેજની દુર્ઘટના હવે નહીં સર્જાય
વેકયુમ ફીડ કલોરીનેશન સિસ્ટમ અને કલોરીન લીક એપ્સોપ્સર્ન સિસ્ટમ માટે ‚ા.૨.૧૫ કરોડનો ખર્ચ મંજૂર
શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા રૈયાધાર, ઘંટેશ્ર્વર અને ન્યારી સહિતના ૩ ફિલ્ટર પ્લાન્ટ, સોજીત્રાનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને પુનીતનગર સહિતના ૩ પમ્પીંગ સ્ટેશન અને કાલાવડ રોડ સ્વીમીંગ પુલ ખાતે હવે ફલોરીંગ લીકેજ એટલે કે ગેસ ગળતરની સમસ્યા કયારેય સર્જાશે નહીં. આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વેસ્ટ ઝોનમાં વેકયુફીડ કલોરીનેશન સીસ્ટમ અને કલોરીન લીક એપ્સોપસર્ન સીસ્ટમ (કલોરીટનલ ‚ટ વાલ્વની ઓટો શટ ઓફ સીસ્ટમ) ફીટ કરવા માટે ‚ા.૨.૧૫ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સીસ્ટમ ફીટ કરાયા બાદ જયારે કોલીયન લીક શે ત્યારે ઓટોમેટીક સીસ્ટમ શટ ઓફ ઈ જશે અને ગેસ ગણતરની કોઈ મોટી સમસ્યા સર્જાશે નહીં.