રંગીલુ રાજકોટ, એજયુકેશન ઝોન,ડાન્સ ફલોર, ગેમ ઝોન, ટ્રેડીંગ અને કિડઝ ઝોન સહિતના આકર્ષણોએ મુલાકાતીઓના દિલ જીત્યા
શહેરની ઉન્નતિ સ્કુલમાં ૩ દિવસીય ઉન્નતિ ફિયેસ્ટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઘાર્થીઓ દ્વારા સાયન્સ ઝોન, ગણિત ઝોન, શોપીંગ સેન્ટર, સામાજીક વિજ્ઞાન ઝોન, કેન્ટીન જેવા અનેક વિભાગો બનાવવામાં આવ્યા હતા.
આ ફેસ્ટિવલમાં ૩૫૦ થીવધુ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. આ ફિયેસ્ટામાં વિઘાર્થીઓએ ડાન્સ પણ રજુ કર્યા હતા. આ ફિયેસ્ટા ફેસ્ટીવલમાં શિક્ષકો, વાલીઓ અને વિઘાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટંકારી ધ્રુવી
મા નામ ધ્રુવી ટંકારીયા છે. હું ઉન્નતિ સ્કુલમાં ધોરણ ૧૦માં અભ્યાસ ક છું. આ ઉન્નતિ ફિયેસ્ટામાં મે ટ્રેડીંગનો શોપ કરેલો છે. આ ફિયેસ્ટામાંથી કેવી રીતે સેલીંગ કરવું, ગ્રાહકોને કેવી રીતે સમજાવવું જેવી બાબતો શીખ્યા છીએ આ ફિયેસ્ટામાં ભાગ લઇને મને ખુબ ખુશી થાય છે. તેમજ અમારા વાલીઓ અને શિક્ષકોનો ખુબ સપોર્ટ મળ્યો છે.
મા નામ ખુશી ગોસ્વામી છે હું ઉન્નતિ સ્કુલમાં ધોરણ ૮ માં અભ્યાસ કરું છું. મે ઉન્નતિ ફિયેસ્ટા ફેસ્ટિવલમાં સાયન્સ ઝોનમાં ભાગ લીધો છે. જેમાં ખાદ્યપદાર્થમાં થતી ભેળસેળને લગતો પ્રોજેકટ કર્યો છે. મારા પ્રોજેકટમાં લોટમાં થતી ભેળસેળ, છાશ, દુધ અને મરી મસાલામાં થતી ભેળસેળ વિશે જાણકારી આપી છે. આ પ્રોજેકટનો મુખ્ય હેતુ માત્ર લોકોમાં જાગૃતિ લાવવાનો છે અને લોકો ભેળસેળ વાળી વસ્તુઓને પારખી શકે ભવિષ્યમાં માટે કલેકટર બનવાનું સપનું છે.
પારેખ પ્રેમ- અક્ષય પરમાર
મા નામ પારેખ પ્રેમ છે. હું ઉન્નતિ સ્કુલમાં ધોરણ ૮માં અભ્યાસ કરું છું. મે ઉન્નતિ ફિયેસ્ટામાં સાયન્સ ઝોનમાં ખાદ્ય પદાર્થમાંથી શાહી બનાવવાના પ્રોજેકટ લઇને પ્રસ્તુત કર્યો છે. જેમાં ખાદ્ય પદાર્થના ફોતરાથી કેમીકલ વગરની શાહી બનાવામાં આવે છે જેથી બાળકો પેન મોંમાં નાખે તો કોઇ નુકશાન થતું નથી. અમારો આ પ્રોજેકટ રાજય કક્ષાએ પણ સિલેકટર થઇ ચુકેલો છે.
શાળાના બાળકોનું કૌશલ્ય ખીલશે ઉન્નતિ ફીએસ્ટા: સંજય જોષી ડીરેકટર ઓફ ઉન્નતિ સ્કુલ
મા નામ સંજય જોષી છે હું ઉન્નતિ સ્કુલમાં ડિરેકટર તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજે ઉન્નતિ ફિયેસ્ટા છેલ્લા ૪ થી ૬ વર્ષથી બાળકોના સ્ટેન્થને બહાર લાવવાના પ્રયત્ન રુપી કરી રહ્યા છે. ઉન્નતિ ફિયેસ્ટામાં અલગ અલગ ઝોન છે જેની અંદર ગમે ઝોન, ફુડ ઝોન, મેથ્સ ઝોન, સામાજીક વિજ્ઞાન, સાયન્સ ઝોન અને અનેક પ્રકારના પ્રોજેકટો રાખ્યા છે.
જે અમારા શાળા કક્ષાએ અને રાજય કક્ષાએ જે પ્રોજેકટ સિલેકટ થયા હોય અને લોકો સુધી ન પહોચતા હોય તો એ વિજ્ઞાનના પ્રોજેકટ અહીંયા રાખવામાં આવ્યા છે. જેથી લોકો એનાથી જાણકાર બને છે. ઉન્નતિ ફિયેસ્ટામાં ૩૫૦ થી પણ વધુ વિઘાર્થીઓએ ભાગ લીધો છે. અને આ ૩ દિવસીય ઇવેન્ટમાં અમારી ગણતરી મુજબ ૮૦૦૦
જેટલા મુલાકાતીઓ આ ફિયેસ્ટાની મુલાકાત લેશે. આ ફેસ્ટિવલથી તૈયારી વર્ષની શરુઆત થી જ ધીમે ધીમે ચાલુ થઇગઇ હોય પરંતુ છેલ્લા ૧૫ દિવસથી સતતને સતત તૈયારીઓ લાગી ગયા હતા.