મોડેલીંગના માધ્યમથી પોતાના સપના સાકાર કરી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો: કાર્યક્રમમાં નાના બાળકો, યુવાનો અને 60 વર્ષના વૃધ્ધો પણ જોડાયા
શહેરનાં કિશાનપરા ચોક ટ્રીડેન્ટ ફીટનેસ સેન્ટર ખાતે ફ્રેશ ઓફ રાજકોટ દ્વારા ફેશન મોડલીંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજકોટની જનતા માટે એક બોલીવુડ, મોડલીંગ માટેનું સ્ટેજ આપવામાં આવ્યું હતુ. આમા ભાગ લેનાર સીલેકટ થતા પોતાના સપનાને સાકાર કરી શકે તે માટેનું ઉતમ માધ્યમ લઈને ફ્રેશ ઓફ રાજકોટ યોજવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ દ્વારા લોકોએ પોતાની અંદર રહેતી મોડલીંગની પ્રતિભાને નીખારવાની સુંદર તક મેળવી હતી. આ કાર્યક્રમમાં નાના બાળકો, યુવાનો, 60 વર્ષ ઉપરના લોકો પણ ભાગ લઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કોઈ વય મર્યાદા રાખવામાં આવેલ ન હતી હરકોઈ પોતાનું હુનર આ માધ્યમ દ્વારા દર્શાવી શકે છે. અને રાજકોટની જનતા જાગૃત બની આગળ વધે તે હેતુથી ફ્રેશ ઓફ રાજકોટ કાર્યક્રમનું રાજકોટમાં આયોજન કરવામા આવ્યુંં હતુ.
આ કાર્યક્રમ અંગે જય બાબરીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ ડાન્સ એકેડમી ચલાવે છે તો લોકોને ફ્રેસ ઓફ રાજકોટ દ્વારા રાજકોટની જનતા માટે ખૂબજ સારૂ માધ્યમ લઈને આવ્યા છે. તેનો બધાએ લાભ લેવો જોઈએ અને બીજાને પ્રોત્સાહિત કરવા જોઈએ તમે આગળ આવશો તોજ આવનારી જનરેશન ને આગળ લાવવા પ્રોત્સાહિત કરી શકશો.
રીયા ઉન્નડકટ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે આ શોથી એક નવી ફિલીંગ આવે છે. અને લોકોને સ્ટેજનો ડર હોય તે દૂર થઈ જાય છે આથી વસ્તુમાં ભાગ લેવાથી વ્યકિત વધારે આગળ આવી શકે છે. અને રાજકોટમાં ચેન્જ લાવવાની વધારે જરૂર છે. અને યંગ જનરેશન માટે આ ખૂબજ જરૂરી છે. કેમકે બધી જ રીતે રાજકોટ આગળ રહેવું જ જોઈએ.
રીંકી શર્માએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુકે તેઓ ફ્રેસ ઓફ ગુજરાત રહી ચુકેલા છે. અને આ બધાથી સારૂ સ્ટેજ છે. આ માધ્યમથી નાના બાળકો, વૃધ્ધો, અને યુવાનો બધશ માટે ખૂબજ સારૂ માધ્યમ છે. જેને સ્ટેજનો ડર હોય છે તે દૂર થઈ જાય છે અ ને હાલ હજી સુધીમાં ગુજરાત, કે સૌરાષ્ટ્રમાં આવો કોઈ શો નથી જેમાં બાળકોથી લઈને 40 વર્ષ ઉપરનાં ભાગ લઈ શકતા હોય આ શોમાં કોઈપણ ઉંમરના લોકો હોય તે આગળ આવી શકે છે અને આનંબર 1 શો છે સીંગીગ, મોડલીંગ, ડાન્સીંગ બધાજ ઉમરનાઓ માટેનું છે.
દેવ સોનીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેને ફેસ ઓફ રાજકોટમાં ભાગ લીધેલ છે. તેમને બોલીવુડ સ્ટાર જે હાલમાં જોવે છે તે તેમને 10 વર્ષ પછી પોતાને બનવું છે. આ પ્લેટફોર્મથી રાજકોટની પ્રજા જે સુતી છે તેને જગાડી ને આગળ લાવવા માટેનું માધ્યમ છે. આ માધ્યમ ફેશન ને બહાર લાવે છે. લોકોનો એટીટયુડ આખો ચેન્જ કરી નાખે છે. અને માધ્યમ બધાને મળતુ નથી અને જેને મળેલ છે. તેમની વિચારવાની દ્રષ્ટિ બદલાય જો તેમનું એક ભવિષ્ય બની જશે અને લોકોને પોતાના ઉપર આત્મવિશ્ર્વાસ વધશે.
આ કાર્યક્રમમાં ઓર્ગેનાઈઝર લીના જુલાપરા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ ફ્રેસ ઓફ રાજકોટ ઓર્ગેનાઈઝર છે અને લોકો ફ્રેસ ઓફ રાજકોટ માટે ઉત્સાહિત છે અને આમાં કોઈ પણ ઉંમર મર્યાદા નથી 60 વર્ષના હોય કે 60 ઉપરના હોય તે બધા આમા ભાગ લઈ શકે છે. હર કોઈને આવી તક મળે તે માટે પ્રયાસ કરતા રહે છે.