જામજોધપુરમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને પાલભાઇ આંબલિયા એ કૌભાંડનો કર્યો પર્દાફાશ
જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન ઘટાડો સામે આવ્યો હતો પરંતુ જામજોધપુર ખાતે જીએટીએલ ના ખાતરના ડેપો પર લોકલ આગેવાનો ને સાથે રાખી કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાએ ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ્યો છે
પરંતુ અહીં બે બીજી બાબતો સામે આવી જેથી સાબિત થાય છે કે આ કૌભાંડ જ છે કોઈ ભૂલ નથી કેમકે ડીએપી બાદ જામજોધપુર ગોડાઉનમાં પડેલી *સરદાર એ પી એસ બ્રાન્ડ અને એન પી કે બ્રાન્ડમાં* પણ ૩૦૦ થી ૫૦૦ ગ્રામ વજન ઘટાડો દરેક બોરીએ સામે આવ્યો છે
કાલે કૃષિમંત્રિ અને જીએસએફસી ના અધિકારીઓ કહેતા હતા કે આ ટેક્નિકલ ભૂલ છે જો ટેક્નિકલ ભૂલ હોય તો કોઈ એક બેચના એક લોટમાં ભૂલ હોય અહીં તો જીએસએફસીની બધી જ પ્રોડક્ટમાં વજન ઘટાળો સામે આવ્યો છે જે સાબિત કરે છે કે આ ભૂલ નથી, બેદરકારી પણ નથી પણ બુદ્ધિશાળી લોકોએ બુધ્ધિ પૂર્વક આચરેલું ખેડૂતોને લૂંટવા માટેનું ષડયંત્ર છે કૌભાંડ છે