મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે પશ્ર્ચીમ રેલવે દ્વારા ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશનએ ડી.આર.એમ. પી.બી. નિનાવેની અધ્યક્ષતામાં કોઠી કમ્પાઉન્ડથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં સરદાર પટેલ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અને રેલવે કર્મચારીઓ જોડાયા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન ડી.આર.એમ. પી.બી. નીનાવેએ જણાવ્યું કે ભારતીય રેલવેમાં ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં એક વર્ષ માટે સ્વચ્છતા અભિયાન કરીશું આ પખવાડીયામાં અમે ઈન્ટેનસવ કલીનીંગ કરવાના છીએ આજના કાર્યક્રમની વાત કરૂ તો પહેલા અમે રાજકોટ મંડલ પર સ્વચ્છતા માટેની શપત બધા કર્મચારીઓને લેવડાવી છે. આ સ્વચ્છતા શપતનો કાર્યક્રમ અમારા બધા જ સ્ટેશનો પર થવાનો છે. અહીંયાથી અમે પ્રભાત ફેરી નિકાળીએ છીએ જેમાં સ્વચ્છતાના વિષય પર સંદેશ આપવામાં આવશે સ્ટેશન પર કલીનીંગની વ્યવસ્થા કરવામાં આવશે સરદાર પટેલ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધેલ છે. ત્યાં મેસીવ કલીનીંગનો પ્રોગ્રામ કરવામાં આવશે. આપણા પ્રધાનમંત્રી ૯.૩૦ વાગ્યે સ્વચ્છતાના વિષય પર રેવારી સ્ટેશનપર રેલવે કર્મચારીઓ સાથે સંવાદ કરવાના છે. તે સંવાદના એડ્રેસને અમે સાંભળવાના છીએ.