મહિલા સહિત નવ શખ્સો પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોવાની સ્યુસાઈડ નોટ મળી
શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પટેલ કારખાનેદારે ફિનાઈલ ગટગટાવી લેતા બેભાન હાલતમાં સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં કારખાનેદારે નવ શખ્સો પાસે લાખો રૂપિયા લીધા હોય અને વ્યાજ સહિત રકમ ચુકવી આપ્યા બાદ વધુ રકમ પડાવતા પટેલ કારખાનેદારે ફિનાઈલ પીધા પૂર્વે નવ શખ્સો સામે માંગણી ચિંધી છે. એક નોટમાં ઉલ્લેખ કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના અટીકા વિસ્તારમાં આવેલા આહિર ચોકમાં રહેતા અને શાપરમાં કારખાનુ ધરાવતા અલ્પેશ ગોરધન બાબરીયા નામના ૩૫ વર્ષીય યુવકે પોતાના કારખાનામાં ફિનાઈલ પી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ પોલીસ અને પરિવારજનોને થતા હોસ્પિટલે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશ બાબરીયા નવ જેટલા વ્યાજખોરોના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું અને તેને ચિઠ્ઠી લખી છે. જેમાં નિર્મળ બોરીચા, નારણ કોરાટ, ભાવેશનો જમાઈ, સંજય કોરાટ, રજની કોરાટ, હરી કોરાટ, ક્રિષ્નાબેન કોરાટ, નિહાર કોરાટ અને જીન્ના બાલાસરા નવ શખ્સો પાસેથી લાખોની રકમ વ્યાજે લીધા બાદ રકમ વ્યાજ સાથે ચુકવી આપ્યા બાદ વ્યાજખોરોના ત્રાસથી આજે પોતાના કારખાને ફિનાઈલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર કારખાનેદારે ફિનાઈલ પી લેતા પહેલા લખેલી ચિઠ્ઠી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.