ફેમિના મિસ ઈન્ડિયા 2018 કોન્ટેસ્ટનું પરિણામ આવી ગયું છે. તમિલનાડુની અનુકૃતિ વાસ તેની વિજેતા બની છે. તમિલનાડુમાં રહેતી અનુકૃતિએ 29 સ્પર્ધકોને હરાવીને આ તાજ તેના નામે કર્યો છે. આ ખિતાબ જીત્યા પછી અનુકૃતિએ જણાવ્યું હતું કે, હાલ તેનો બોલિવૂડમાં આવવાનો કોઈ વિચાર નથી અને તે એક સુપર મોડલ બનવા માગે છે.
મુંબઈમાં થયેલી આ કોન્ટેસ્ટમાં હરિયાણામાં રહેતી મિનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર-અપ બની છે. જ્યારે સેકન્ડ રનર-અપ આંધ્ર પ્રદેશમાં રહેતી શ્રેયા રાવ થઈ છે. જ્યારે ટોપ ફાઈવમાં પહોંચનારી સ્પર્ધકોમાં દિલ્હીમાં રહેતી ગાયત્રી ભારદ્વાજ અને ઝારખંડમાં રહેતી સ્ટેફી પટેલ સામેલ છે.
Tamil Nadu’s Anukreethy Vas crowned Miss India 2018
Read @ANI Story | https://t.co/EYZwddLq0Y pic.twitter.com/vtyLvqxRxl
— ANI Digital (@ani_digital) June 19, 2018
આ ઈવેન્ટની જજ પેનલમાં બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા, અભિનેતા બોબી દેઓલ, કુનાલ કપૂર, ક્રિકેટર ઈરફાન પઠાણ અને કે.એલ. રાહુલ સામેલ હતા. આ સિવાય 2017માં મિસ વર્લ્ડ રહેલી માનુષી છિલ્લર પણ અહીં હાજર હતી. અહીં જીત પછી માનુષીએ જ અનુકૃતિને તાજ પહેરાવ્યો હતો.
આ ઈવેન્ટને કરણ જોહર અને આયુષ્માન ખુરાનાએ હોસ્ટ કરી હતી. તેમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત, કરીના કપૂર ખાન અને જેકલીન ફર્નાન્ડિસે ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું. અનુકૃતિ વાસ હવે મિસ વર્લ્ડ 2018માં ભારતનું પ્રતિનિધત્વ કરશે.