રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા 2022ની ફર્સ્ટ રનરઅપ જ્યારે ઉત્તરપ્રદેશની શિનાતા ચૌહાણ સેક્ધડ રનર અપ બની !!
ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022નો ખિતાબ સિની શેટ્ટીને મળ્યો છે. કર્ણાટકની રહેવાસી સિની શેટ્ટીએ 3 જુલાઈએ મિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ જીત્યો છે. રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા 2022ની ફર્સ્ટ રનર અપ બની છે. જ્યારે ઉત્તરપ્રદેશની શિનાતા ચૌહાણ સેક્ધડ રનર અપ બની છે. મિસ ઈન્ડિયા 2022ની વિજેતા સિની શેટ્ટીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. લોકો આ બ્યૂટી વિથ બ્રેન વિશે જાણવા માટે ઉત્સાહિત છે. લોકો સિની શેટ્ટીની ઉંમર અને હાઈટથી માંડીને તેના પ્રોફેશન અને મિસ ઈન્ડિયા પેજન્ટની તૈયારી અંગે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. 21 વર્ષીય સિની શેટ્ટી કર્ણાટકની રહેવાસી છે. તેણે અભ્યાસ મુંબઈથી કર્યો છે. સિનીએ અકાઉન્ટિંગ અને ફાઈનાન્સમાં ડિગ્રી મેળવી છે અને હવે તે સીએફએ (ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ)નો કોર્સ કરી રહી છે. પ્રોડક્ટ એક્ઝિક્યુટીવ હોવા ઉપરાંત સિની ડાન્સર, એક્ટર, મોડલ અને ક્ધટેન્ટ ક્રિએટર પણ છે.
સિની શેટ્ટીને બાળપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો. 4 વર્ષની ઉંમરથી જ તેણે ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું. 14 વર્ષની ઉંમર સુધીમાં સિનીએ ભરતનાટ્યમમાં આરંગેત્રમ કર્યું હતું. હવે સિની શેટ્ટી પ્રોફેશનલ ભરતનાટ્મ ડાન્સર પણ છે. સિની શેટ્ટીએ પોતાના કેટલાક ડાન્સિંગ વિડીયો પણ રિલીઝ કર્યા છે, જે ખાસ્સા પોપ્યુલર થયા છે.સિનીએ અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો તે મિસ ઈન્ડિયા 2022 નો તાજ જીતી જશે તો એ બધા સાથે વેકેશન પર જવા માગે છે જેમણે તેની સફળતામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. સિની શેટ્ટી પ્રિયંકા ચોપરાની ચાહક છે. પ્રિયંકાએ મિસ વર્લ્ડ 2000 નો તાજ જીત્યો છે. સિનીએ પ્રિયંકાનો એક ઈન્ટરવ્યૂ જોયો હતો જેમાં તે કહે છે કે, ’સંકોચાઈને કાચના સિપરમાં ફિટ થવાની કોશિશ ના કરો પરંતુ એ કાચની દિવાલ તોડીની બહાર નીકળો’. પ્રિયંકાની આ વાત સાંભળ્યા બાદ સિની તેની ચાહક બની ગઈ હતી.