હાલ ના સમય માં આપણો બધા સ્ત્રીસશક્તિકરણ ની વાતો કરીએ છીએ. સ્ત્રી ઉપર થતાં અત્યાચારો ને રોકવા અલગ-અલગ કાનૂની નિયમો પણ બનાવમાં આવ્યા છે. પરંતુ આ બધા નિયમો હોવા છતાં પણ સ્ત્રી અનેક અત્યાચારોનો ભોગ બનતી હોય છે. સ્ત્રીસ્શક્તિકરણની વાત તો દૂર રહી પરંતુ એક સ્ત્રી જ્યારે પોતાના વિચારો પ્રમાણે રહી જ ન શકે તો આ બધા નિયમો નું શું કામ? આજ આપણે એક એવિ જ સત્ય ઘટના પર વાત કરીશું જે જાની ને આપણને થશે કે આજે પણ કેટલીક સ્ત્રી નિર્દોષ હોવા છતાં પણ પુરુષો નો અત્યાચાર સહન કરે છે.
રાજસ્થાન માં રહેતા ‘સાંસી’ સમુદાય માં એક કૂકરી નામની પ્રથા છે. આ પ્રથા માં પુરુષ ઘટિયા તરીકોથી સ્ત્રીઓની વર્જિનિટી તપાસે છે.
આ પ્રથાની પુરુષ તેમના લગ્ન પછી પોતાની પત્નીની વર્જિનિટીને તપાસે છે. આ પ્રથામાં પુરુષ એક સફેદ દોરો લઈ એક ઘટિયા રીતે પોતાની પત્નીની વર્જિનિટીને તપાસે છે આ તપાસમાં જે તેની પત્ની વર્જીન ના હોય તો તે બહાર આવીને બધાને કહે છે. ત્યારબાદ તે છોકરીને તેના બોયફ્રેંડ વિષે પુછવામાં આવે છે અને તેને જાનવરની જેમ મરવામાં આવે છે એ છોકરી એવું કઈ કર્યું ન હોય તો પણ જ્યારે તેનો પતિ બધાને કહે કે તે વર્જિન નથી તે માનવમાં આવે છે અને છોકરીને ખુબજ મરવામાં આવે છે અને તેના પિતા સાથે પૈસા ની માંગ કરવામાં આવે છે અને તેના પિતા જો પૈસા આપવા સહમત થઈ જાય તો છોકરીને રાણીની જેમ રાખે છે.
રાજપુતોના ઘરમાથી ચાલી આવતી આ પ્રથા.
આ પ્રથાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા પછી તેઓ સ્ત્રીઓને ઉઠાવીને લઈ જતાં અને તેમનો રેપ કરી તેમણે ગમે ત્યાં ફેકી દેતા તે સમયમાં રાજપુતો પોતાના ઘરે વેલી સ્ત્રીનો વર્જિનિટીને તપાસતા હતા. અને એ જાણતા કે તેમની વહૂનો રેપ થયો છે કે નહીં ? સમય સાથે રાજપુતોએ આ ઘટિયા પ્રથાને નાબૂદ કરી નાખી પરંતુ આ પ્રથા ને “સાંસી” સમુદાયે અપનાવી અને તેને પોતાનો વ્યાપાર બનાવી દીધો.
આ સમુદાયના લોકો એવી દુવા કરે છે કે તેમના ઘરે આવતી સ્ત્રી વર્જીનના હોય અને એવું બને તો તે છોકરીને મારે અને તેના પરિવાર પાસે પૈસા મંગાવે છે. અને છોકરી જો વર્જીન હોય તો પણ તેને કોઈ ખોટા કારણોને લઈને મરવામાં આવે છે. અને પૈસા ની માંગ કરવામાં આવે છે. આ મામલામાં પંચયત છોકરવાળાઓની સાથે જ હોય છે.કારણકે પંચયત બોલવા માટે 20-30 હજાર રૂપિયા આપવા પડે આથી છોકરીવાળા પંચયત બોલાવતા નથી અને મજબૂરીમાં છોકરવાળાને પૈસા આપવા પડે છે.
ગરમ થયેલા લોહાને સ્ત્રીએ પોતાના હાથ માં લઈને હોય છે ચાલવાનું …
છોકરીઓની વર્જિનિટી તપાસવા માટે સાંસી સમુદાય માં એક આ તરીકો પણ છે જેમાં ગરમ થયેલા લોહાને સ્ત્રીએ પોતાના હાથ માં લઈને ચાલવાનું હોય છે અને આ લોહા વચ્ચે પાનને રાખવામા આવે છે. જો સ્ત્રી દાઝે નહીં તો તે વર્જીન છે અને તેના હાથ દાજી જાયતો તેને ખુબજ મરવામાં આવે છે.
નદી કે તળાવમાં ડૂબકી મારવાની કરે છે માંગ…
ઘણીવાર જો પંચયત તેમના આ ફેસલાથી સહમત ન હોય તો તે છોકરીને એક નદી કે તળાવમાં ડૂબકી મારવાની માંગ કરે છે. આ પ્રથા મી એક વ્યક્તિ જે 100 કદમ સુધી ચાલે ત્યાં સુધી છોકરીએ પાણીમાં પોતાનો સ્વાસ રોકીને રાખવાનો. જો આમ કરવામાં છોકરી સફળ થાય તો તેને પવિત્ર માનવમાં આવે છે.
આજના સમયમાં માણસોએ ઘણી તરક્કી કરી છે. પરંતુ આજે પણ સ્ત્રીઑ પર આવા અત્યાચારો થતાં રહે છે.