આમાં મહિલાઓ પુરૂષ સમોવડી કયાંથી બને ?
તમામ ધાર્મિક સ્થાનો પર સ્ત્રીઓને પુરૂષ સમોવડી બનાવવા સુપ્રીમ કોર્ટની બેંચ આજે સ્ત્રીઓ સાથે થતા ભેદભાવના મુદાઓ નકકી કરીને આગામી સમયમાં ન્યાય તોળશે
સદીઓથી વિશ્વના મોટાભાગના ધર્મોમાં સ્ત્રીઓને પુરૂષો કરતા ઉતરતી સ્તરની ગણાવવામાં આવી છે. જેના કારણે સમાજમાં પુરૂષને અગ્રીમ સ્થાન આપવામાં આવતા વિશ્વના મોટાભાગના દેશોમાં પુરૂષ પ્રધાન પરિવારની પ્રથા પ્રચલીત બની છે.પુરૂષ પ્રધાન પરિવારની આ પ્રથાના કારણે ભારતમાં અનેક હિન્દુ મંદિરોમાં નિશ્ચિતવયની સ્ત્રીઓને દર્શન અને પૂજન અર્ચન માટે પ્રવેશ પર પ્રતિબંધ છે.જયારે મુસ્લિમ સહિતના અન્ય ધર્મોમાં પણ સ્ત્રીઓની આના કરતા પણ બદતર સામાજીક સ્થિતિ છે. છેલ્લા થોડા સમયની વિશ્વભરમાં સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણવા માટે સામાજીક આંદોલનો ચાલી રહ્યા છે.પરંતુ પુરૂષ પ્રધાન સમાજની જૂની માનસીકતાના કારણે સ્ત્રીઓ પોતાની જાતને પુરૂષ કરતા નીચલા સ્તરની માનતી થઈ ગઈ છે. સ્ત્રીઓની આવી નબળી માનસીકતાની વિગતો તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં બહાર આવવા પામી છે.
પુરૂષ પ્રધાન સમાજની માનસીકતાના કારણે હિન્દુ ધર્મના અતિ પવિત્ર સ્થાનોમાના એક કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની સ્ત્રીઓને પ્રવેશ પર દાયકાઓથી પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હોવા છતાં ધાર્મિક વિરોધ થવાના કારણે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના આ હુકમનું પાલન કરાવવામાં અસમર્થ પૂરવાર થઈ રહી છે. જેથી પુરૂષો કરતા નીચલા સ્તરની હોવાનું અહેસાસ કરાવતી આ ધાર્મિક માન્યતા મુદે આજે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતામાં નવજજોની બેંચો કેરળના સબરીમાલા મંદિર અને અન્ય ધર્મોમાં સ્ત્રીઓ સાથે થતા ભેદભાવ મૂદા પર ચર્ચા કરનારી છે.
આ બેંચ મસ્જિદોમાં સ્ત્રી પ્રવેશ, દાઉદી વોરા, ધર્મમાં સ્ત્રીઓનાં કરવામાં આવતા ખત્તના પોતાના ધર્મ બહાર લગ્ન કરનારી પારસી મહિલાને અગીયારીમાં પ્રવેશ પર પ્રતિબંધ સહિતના ધાર્મિક સ્થાનો પર સ્ત્રીઓ સાથે થતા ભેદભાવ અંગે ન્યાય તોળવાના મુદાઓ આજે નકકી કરનારી છે. ત્યારે વિદેશમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે. પૌરાણિક ધાર્મિક માન્યતાઓનાં કારણે સ્ત્રીઓ પોતાની જાતને પૂરૂષો કરતા નીચલા સ્તરની માનવા લાગી છે. આ માનસીકતાના કારણે સ્ત્રી કર્મચારીઓ પોતાની સાથે કામ કરતા પુરૂષ કર્મચારીઓ કરતા વધારે પગાર માંગવા અચકાય છે. જેના કારણે તેઓ તમામ યોગ્યતા ધરાવતી હોવા છતા પુરૂષ સહ કર્મચારીઓ કરતા ઓછો પગાર મેળવતી હોવા છતાં સંતોષમાની છે. અમુક સ્ત્રી કર્મચારીઓ આવી માનસીકતાના પગાર વધારો માંગતી નથી !!
આ સર્વેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાંચમાંથી ચાર સ્ત્રીઓ નોકરી માટેના ઈન્ટરવ્યુ સમયે પગાર અંગેની ચર્ચા કરતીજ નથી રોજગાર કાયદાના નિષ્ણાંતો સ્લેટર અને ગોર્ડન દ્વારા હાથ ધરાયેલા આ સર્વેમાં ૭૦ ટકા સ્ત્રીઓ એવી જોવા મળી હતી કે તેઓ પોતાના નોકરીદાતા પાસેથી વધુ પગાર માંગે તે બાદ જ અમુક હિસ્સામાં કે ટકાવારીમાં પગાર વધારો અપાવામાં આવે છે. બાકીનાં કિસ્સાઓમાં સ્ત્રી કર્મચારીઓ પગાર વધારો માંગે તેને આપવા માટે નોકરીદાતા તૈયાર હોય છે.
પરંતુ સ્ત્રી કર્મચારીઓ પગાર વધારો માંગતી જ નથી જયારે સ્ત્રી કર્મચારીઓ પોતાના પગાર વધારાની માંગ કરે ત્યારે પોતે પોતાના સહ કર્મચારી પુરૂષ કરતા ઓછો જ પગાર માંગે છે. જેથી આવા કિસ્સાઓમાં નોકરીદાતાઓ સ્ત્રી પુરૂષ કર્મચારી વચ્ચે ભેદભાવ રાખતા હોવાની ફરિયાદો ઉઠવી રહે છે.
ઈગ્લેન્ડમાં થયેલા આ સર્વેમાં એવું પણ જોવા મળ્યું છે કે સ્ત્રી કર્મચારીઓ અસંસ્કારી દેખાવવાના ભયથી કે ‘કુતરી’ દેખાવવાની ચિંતામાં વધારે પગારની માંગણી કરતા ખચકાય છે. અમુક સ્ત્રીઓને એવો ભય હોય છે કે પગાર વધારાની માંગ કરતા તેને મળતી પ્રસુતિ રજા, અનુકુળતાના સમયે કામ સહિતના લાભો જોખમમાં મૂકાશે. ૧૦૦૦ સ્ત્રી કર્મચારીઓ પર થયેલા આ સર્વેમાં એવું સ્પષ્ટ થયું છે કે લાખો સ્ત્રી કર્મચરીઓ પગાર વધારાની માંગ કરવામાં અચકાતી હોવાના કારણે ઉંચા પગાર મેળવી શકતી નથી. જેના કારણે ૫૦ ટકા જેટલી સ્ત્રીઓ પોતાના સાથી પુરૂષ કર્મચારીઓની સમકક્ષ હોવા છતાં ઓછા પગારથી નોકરી કરી રહી છે. આમ, પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થાની માનસીકતાના કારણે સ્ત્રી કર્મચારીઓ વધારે પગાર માંગતછિછ અનુભવતી હોવાનું આ સર્વેમાં સ્પષ્ટ થયું છે.