ખોડલધામ મહિલા સમિતિ દ્વારા જુદા જુદા ક્ષેત્રની નિષ્ણાંત બહેનોનો વિશ્ર્વ મહિલા દિવસે યોજાયો સન્માન સમારંભ: શર્મિલાબેન બાંભણીયા ખોડલધામમાં પહેલા હિલા ટ્રસ્ટી બન્યા
ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ, કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું પણ સન્માન કરાય
ખોડલધામ મહિલા સમિતિ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં નિષ્ણાંત બહેનોનો આંતરરાષ્ટ્રીય મહિલા દિન એ સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો.સાથે સાથે ખોડલધામના પ્રણેતા એવા નરેશભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિ.કમિશ્નર બંછાનીધી પાની, કલેકટર વિક્રમ પાંડે અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત એ ખાસ ઉપસ્થિત રહી બહેનોને માર્ગદર્શન માટે સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ખાસ નરેશભાઈ પટેલએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનેશર્મીલાબેનને ખોડલધામ ટ્રસ્ટમાં પહેલા મહિલા ટ્રસ્ટી તરીકે સતાવાર ઘોષણા કરી હતી.
ખોડલધામ સમિતિના પ્રથમ મહિલા ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાએ જણાવ્યું હતુ કે નરેશભાઈનું દરેક સમાજની સંસ્થાઓ દ્વારા સન્માન થઈ ચુકયું છે. પરંતુ મહિલા સંસ્થાઓ તરફથી નરેશભાઈનું સન્માન કરવાનું બાકી હતુ અને ખરેખર હું આજે જે જગ્યા પર ઉભી છું તેનો શ્રેય હું નરેશભાઈ ને જ આપું છું મહિલા શકિત માટે જે કંઈ પણ કામગીરી કરવાની છૂટ આપી છે. એમના લીધે જ અમારો વિકાસ થયો છે. એટલે ખાસ મહિલા સંસ્થા દ્વારા નરેશભાઈના સન્માનનું આયોજન કરાયું હતુ.
મહિલા અને પુરૂષ સમાજ માટે જે કંઈ પણ કરવા ઈચ્છે એ જે તે ક્ષેત્રનાં નિષ્ણાંત હોવા જરૂરી છે. અમારી મહિલા પાંખ દ્વારા સમગ્ર ગુજરાતનાં દરેક ઘરમાં મહિલા સશકિતકરણનો સાચો સંદેશો પહોચાડીશું.
ખોડલધામ સમિતિનો આભાર વ્યકત કરતા નરેશ પટેલે જણાવ્યું હતુ કે મહિલા સમિતિ ખોડલધામ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતુ જેમાં ખાસ કરીનેત્રણ મહિલાઓ એવી પસંદ કરાઈ હતી જેમણ સમાજ માટે ખૂબજ સારા કાર્યો કર્યા છે. આવા સન્માન સમારોહ યોજવાથી મહિલાઓ પ્રેરીત થાય છે. અને સામાજીક કાર્યોમાં નીડરપણે પૂ‚ષોની સહભાગી બને છે.
મહિલા શકિત છે અને એ શકિત અને એ શુ કરી શકે છે અને કયા પહોચી શકે છે. તે સમગ્ર વિશ્ર્વને મહિલાઓએ દેખાડી દીધું છે ત્યારે દરેક મહિલા અને દિકરીઓને મારી એક જ વિનંતી છે. કે તેઓ એમનું લક્ષ્ય એવું રાખે કે દરક સમાજને કામ આવે.
કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, મહિલા એ પૃથ્વી પરનું સૌથી સુંદર આભુષણ છે. ઇશ્ર્વર તરફથી પૃથ્વીને અનમોલ જો કોઇ ભેટ હોય તો એ સ્ત્રી છે. જીવનના મૂલ્યોને સમજાવતીબ સ્ત્રી એ પૃથ્વી પર પ્રાણફૂંકીને સમગ્ર સૃષ્ટિને રહેવાલાયક બનાવી છે. પુ‚ષપ્રધાન સમાજમાં આજે મહિલાઓ ઘણી બધી અપેક્ષાઓ બાખે છે કે મને મા‚ સ્થાન પુરી મર્યાદા અને સન્માન સાથે મળવુ જોઇએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સમગ્ર નારી જગતને હું વંદન કરૂ છું.
રાજકોટ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે, માત્ર એક જ દિવસ નહી દરરોજ મહિલાઓનો દિવસ હોય છે. ૩૬૫ દિવસ મહિલાઓ વગર સમાજ અધુરો છે. જે સમાજ બહેનો, દિકરીઓને એમનો યોગ્ય સ્થાન નથી આપતા એ સમાજ અત્યારે પછાતપણાથી પીડાઇ રહ્યો છે. દિકરા-દિકરીઓના જતનમાં હવે કોઇ અંતર ન જ હોવુ જોઇએ. સમાજ તો જ ઉન્નતિના શિખરે પહોંચશે જો એ સમાજ નારીનું સન્માન કરશે. આથી દરેક સમાજે સ્ત્રીઓને એમના હક્ક-અધિકારથી વંચિત ન રાખી તેમને પૂરતી સ્વતંત્રતા આપવી જોઇએ.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે, ખરેખર જો ૩૬૫ દિવસ મહિલાઓનું સન્માન કરવામાં કરવામાં આવે તો પણ ઓછુ છે. સમાજનું સંતુલન વર્ષોથી સ્ત્રીઓ જાળવતી આવી છે. સમગ્ર વિશ્ર્વની મહિલાશક્તિને આપણે કોઇપણ રીતે નજર અંદાજ ન કરી શકીએ. વિશ્ર્વની જો સૌથી મોટી શક્તિ હોય તો એ મહિલાઓ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમીતે હુ તમામ નારી શક્તિને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.