ભારત સરકારના “સ્માર્ટ સિટી મિશન લોન્ચ યાને ત્રણ વર્ષ પૂર્ણ વાના અવસરે, કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા “ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ફેલોશિપ પ્રોગ્રામ અને “ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણમાં નવા ડાયનેમિક આઈડીયા અને નવી યુવા ઉર્જા પ્રાપ્ત થાય તેવા આશયી શરૂ કરવામાં આવેલા આ બંને પ્રોગ્રામમાં ૩૦-૩૦ તેજતર્રાર અને પ્રખર તેજસ્વી યુવા ભાઈ-બહેનોને જોડવામાં આવનાર છે. આ મિશનમાં રાજકોટના યુનિવર્સીટી કે અન્ય સંસઓના પ્રકાંડ હોશિયાર વિધ્યાર્થી ભાઈ-બહેનો તથા યુવા નિષ્ણાતો જોડાઈ શકશે. રાજકોટના બ્રિલિયન્ટ યુવા ભાઈ-બહેનોને આ પ્રકારે રાષ્ટ્ર સેવાની ઉમદા તક તો પ્રાપ્ત થાય જ છે સાથો સાથ તેઓને નવું નવું શીખવાની અમૂલ્ય તક પણ પ્રાપ્ત થશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
કમિશનર આ બંને પ્રોગ્રામ વિશે વિસ્તૃત જાણકારી આપતા એમ કહ્યું હતું કે, “ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ પસંદ નાર ૩૦ ઉમેદવારો કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયમાં સ્માર્ટ સિટીઝ મિશન ડાઇરેક્ટરને તેમજ સિલેક્ટેડ સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ.ને વિવિધ મહત્વપૂર્ણ કાર્યોમાં સહયોગ આપશે.
જેમાં એનાલિસિસ, રિસર્ચ, ડોક્યુમેન્ટેશન, ઈન્ડિપેન્ડન્ટ એસેસમેન્ટ, વિઝ્યુલાઇઝેશન, રીપોર્ટ-પોસ્ટર-ડોઝીયર તૈયાર કરવા, વગેરે જવાબદારીઓનો સમાવેશ થાય છે. જ્યારે “ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં પસંદ નાર ઉમેદવારો દેશના જુદા જુદા રાજ્યોના સ્માર્ટ સિટીઝમાં વિવિધ પ્રોજેક્ટસના અમલીકરણની પ્રક્રિયામાં સહાયભૂત ટીએચજ થઇ શકશે. દેશના શહેરી માળખામાં આવી રહેલા આમૂલ પરિવર્તનમાં આ ઉમેદવારો જે તે સ્માર્ટ સિટીઝના નેતૃત્વકર્તા અને બેસ્ટ પ્રેક્ટિસનરો સાથે રહી પોતાના જ્ઞાન અને પ્રખર બૌદ્ધિક પ્રતિભાનો લાભ આપી શકશે.