જગ્યા
બસમાં ચડીને બેની સીટમાં બેઠેલા એ ફેશનેબલ એક વૃધ્ધાએ પૂછ્યું,
ભાઇ, અહીં જગ્યા છે કોઇની?’’
“હા, અમારા કુટુંબના સભ્યો પાછળ આવે છે, તમે આગળ ચાલ્યા જાવ.”
વૃધ્ધા નિરાશ થઇ આગળ સરકી ગઇ.
પાછળથી એક મોડર્ન યુવતી જગ્યાની શોધ કરતી પેલા યુવક પાસે જરાક અટકી તો
ચાતક યુવકે તરત જ ધૂર્તવિવેક કર્યો,
‘‘અહીં બેસી જાવ, મેં આપના માટે જ જગ્યા રોકી છે. ’’
યુવતી એ ‘થેંક્યુ’ કહી, સાદ કર્યો, “બા, અહીં આવી જાઓ, તમારી જગ્યા થઇ ગઇ.’’
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર