ફી પરત મળતા વાલીઓએ બંનેનો આભાર માન્યો

રાજકોટ નજીક ત્રંબામા આવેલી આર્ષ વિદ્યામંદીર નામની શાળાએ ૨૦૦થી વધુ વાલીઓ પાસેથી રીફંડબલ ફી ના નામે રૂ.એક લાખથી માંડી બે લાખ સુધીના ફીના ઉઘરાણા કર્યા બાદ અચાનક ત્રીજા વર્ષ સ્કુલ બંધ કરી દીધી હતી. વાલીઓ પાસે પોતાના બાળકનો અભ્યાસ પુર્ણ થયા બાદ સંપુર્ણ ફી પરત આપી દેશે તેવુ સોંગધનામુ હોવા છતા ટ્રસ્ટીઓ  આમતેમ ગોળ જવાબો આપી છેતરપીંડી કરી મુર્ખ બનાવવા ઈચ્છતા હતા.

ઉલ્લેખનીય છે કે આ સ્કુલના ટ્રસ્ટીમા ભાજપના જીલ્લા પ્રમુખના પુત્ર સહીત અન્ય સાત ટ્રસ્ટીઓ સામેલ હતા.તમામ વાલીઓએ પોતાની કરોડો રુપિયાની ફી પરત મેળવવા માટે અનેક રજુઆતો અને ધમપછાડાઓ, પોલીસ સ્ટેશનના અનેક ધકકાઓ બાદ પણ આ મોટી વગ ધરાવતા નેતા સામે કંટાળી ગયા હતા.

અંતે એનએસયુઆઈ અને કોંગ્રેસે તમામ વાલીઓની વેદના સમજી ત્રિકોણબાગ ખાતે આ ભાજપના નેતાના પુત્ર સહીત છેતરપિંડી કરવા ઈચ્છતા ટ્રસ્ટીઓ અને તંત્રના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજી વાલીઓની વેદના સરકાર અને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

વાલીઓની જાગૃતતા અને એનએસયુઆઈ તથા કોંગ્રેસ પક્ષના સમર્થન, સાથ સહકારથી ૨૦૦થી વધુ વાલીઓને પોતપોતાની ફી પરત મળી છે. તમામ વાલીઓને કરોડોની રૂપીયાની ફીઓ પરત મળતા આજે તેઓ રાજકોટ કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુત,રાજકોટ જીલ્લા એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા સહીત તમામ કોંગી આગેવાનો અને કાર્યકરોનો હ્રદયપુર્વક આભાર માન્યો હતો.

વાલી આગેવાનો કૌશિકભાઈ ઠાકર,આશિષભાઈ મોલીયા, મહેશભાઈ દોંગા, ભીખુગીરી ગૌસ્વામી, વિપુલભાઈ વેકરીયા સહીત ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.