ચોટીલાની પવિત્ર પંચાળ ભુમી ના પ્રસિદ્ધ સંત પૂજ્ય રામાનંદ બાપુ નો દેહ વિલય થતા સેવકો માં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

પૂજ્ય રામાનંદ બાપુ નો આશ્રમ થોડા વર્ષો અગાઉ ચોટીલા હાઈવે ઉપર આવેલ જલારામ મંદિર સામે હતો ત્યારબાદ થોડા વર્ષોથી ચોટીલાના માંડવ વનમાં ઝીરીયા મહાદેવ રોડ ઉપર તેઓએ ખોડીયાર આશ્રમનું સ્થાપન કર્યું હતું.

પૂજ્ય રામાનંદ બાપૂએ ચોટીલામાં આશ્રમ બનાવીને સેવા ના અનેક કાર્ય સરુ કર્યા હતા. જેમાં અંદાજિત ૬ જેટલા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નો દેવી ભાગવત સપ્તાહ રામકથા અંધ અપંગ ગૌ શાળા અતિથિને ભોજન, સહિતના વિવિધ આયોજનો કરી સમગ્ર પંચાળ ભુમી માં ખૂબ જ સુવાસ મેળવી હતી જ્યારે જાણવા મળતી હકીકત મુજબ છેલ્લા થોડા સમયથી પૂજ્ય બાપુ ની તબિયત અસ્વસ્થ રહેતી હતી જ્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ડોક્ટરોના હાથ નીચે પુ. બાપુ ની સઘન સારવાર ચાલુ હતી પરંતુ બુધવારે રાત્રે અચાનક તેમની તબિયત વધુ લથડતા મધ્યરાત્રીએ પુ. બાપુ એ પર લોક ગમન પ્રયાણ કર્યું હતું

બાદમાં તેમના પાર્થિવ શરીરને ચોટીલાના જરીયા મહાદેવ રોડ ઉપર આવેલ તેમના ખોડીયાર આશ્રમમાં લાવવામાં આવેલ હતો જોકે કોરોનાના રોગચાળાના કારણે તેમના સેવકો બાપુ ની અંતિમ ક્રિયા માં બહુ જૂજ સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે ગુરુવારે બપોરે પૂજ્ય રામાનંદ બાપુ ના પરીવાર નાં પુ. બ્રહ્મચારી બાપુ સહિત ચોટીલા તથા આસપાસના ગામોના સેવકો ની રડતી આંખો વચ્ચે પૂજ્ય રામાનંદ બાપુ ના પાર્થિવ દેહ ને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે ભાવપૂર્વક ખોડીયાર આશ્રમમાં જ સમાધિ આપવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.